back to top
Homeગુજરાતગરીબરથ ટ્રેનમાંથી ચોરી કરનારને વેશ પલટો કરી ઝડપ્યો:દોડતી ટ્રેનમાંથી દાગીના સહિત 11.13...

ગરીબરથ ટ્રેનમાંથી ચોરી કરનારને વેશ પલટો કરી ઝડપ્યો:દોડતી ટ્રેનમાંથી દાગીના સહિત 11.13 લાખની ચોરી, સુરત રેલવે પોલીસે હરિયાણાથી સાસી ગેંગના આરોપીની ધરપકડ કરી

સુરત રેલવે પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનામાં ચોરીમાં ગયેલ 11.13ની મત્તાના રોકડ મુદ્દામાલ સાથે હરિયાણાથી સાસી ગેંગના આરોપીને સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. નવેમ્બર મહિનામાં મથુરા રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન વચ્ચે મુસાફરી દરમિયાન અજાણ્યા ચોરે સુટકેશનું લોક ખોલી તેમાં રહેલ સોનાના અને હીરા ઝડીત દાગીના અને રોકડ રૂપિયા મળી 11.13ની મત્તાની ચોરી કરી હતી. મુસાફરો ઘરે જઈ પોતાનો સામાન ચેક કરતા ચોરી થયાની જાણ થતા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 500થી વધુ CCTV ફૂટેજ ડેટા એકત્રિત કર્યા હતા
સુરત રેલવે પોલીસની ટીમે બાતમીદારો રોકી ગરીબરથ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોના રીઝર્વેશન ચાર્ટ, રેલવેમાં કામ કરતા ટી.ટી.ઇ., લોકો પાઇલટ, વેન્ડર, ટ્રેન હઝરત નિઝામુદ્દિન રેલવે સ્ટેશનથી ઉપડી મથુરા, કોટા, રતલામ, વડોદરા, સુરત, બોરીવલીથી બાન્દ્રા રેલવે સ્ટેશન સુધીના સદર ટ્રેનના સ્ટોપેજ રૂટમાં આવતા તમામ રેલવે સ્ટેશનોના આશરે 500થી વધુ CCTV ફૂટેજ ડેટા એકત્રિત કરી તપાસ તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી કરનાર સાસી ગેંગના શખસો ગુનો આચરી હરિણાયા ખાતે મુદ્દામાલ સાથે ભાગી ગયા છે. જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની સંયુક્ત ટીમ બનાવી તાત્કાલીક હરિયાણા ખાતે ગયા હતા. પોલીસે આરોપીને હરિણાયાથી ઝડપી પાડ્યો હતો
હરિયાણા ખાતે હાંસી-હિસાર ખાતે જઇ શંકમદ શખસોના રહેણાંકની ઓળખ કરવા માટે પોલીસ તરીકેની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે સારૂ સ્થાનિક પહેરવેશ ધારણ કરી ટીમનાં અન્ય માણસોએ અંગત રીતે રેકી કરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું કે, આ કામના શકદાર આરોપી પોતાના રહેણાંક મકાન તરફ આવે છે જે બાતમી આધારે સોમન પ્લાસ સાંસી (ઉ.વ.40 ધંધો-મજુરી, હાલ રહે- ઇન્દિરા કોલોની, થાના હાંસી, જિ. હિસાર, હરિયાણા અને મુળ રહે- છોટાપાના કુંગર, થાના- ભિવાનીખેડા, જિ. ભિવાની, હરિયાણા) વાળા)ને ઝડપી પડ્યો હતો. આરોપી પાસેથી 11.13 લાખ રોકડા રૂપિય કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments