back to top
Homeગુજરાતગર્લ્સ હોસ્ટેલના ભોજનમાંથી ઇયળ નીકળતા રજૂઆત:કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માગ સાથે NSUIનો વિરોધ;...

ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાંથી ઇયળ નીકળતા રજૂઆત:કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માગ સાથે NSUIનો વિરોધ; પરંપરાગત કિલ્લાબંધી આખરે હટાવાઈ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવાર-નવાર વિવાદોમાં સપડાયેલી રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી ઇયળ નીકળતા વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. વર્ષોના અનુભવ આધારે હેડ ઓફિસ ખાતે ફરી એકવાર કિલ્લાબંધી કરવામાં આવી હતી. જોકે, પીઆરઓ પહોંચતા તેઓએ મુખ્ય ગેટ ખોલાવી અને પ્રતિક્ષા રૂમમાં આવેદનપત્ર સ્વીકાર્યું હતું. કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા NSUIની માગ
વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચી જવાબ પામ્યો છે. આ બનાવ અંગે આજે એમ. એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસસીઆઈ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ન્યાય મળે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ વખત પણ હેડ ઓફિસને તાળાબંધી કરાઈ
એન.એસ.યુ.આઈના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપે તે પૂર્વે જ પરંપરાગત રીતે યુનિવર્સિટીની હેડ ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. જો કે, પૂર્વ વીસીના રાજીનામા બાદ આ તાળાબંધીને પી.આર.ઓ દ્વારા ખોલાવડાવી અને પ્રતિક્ષા હોલમાં આવેદનપત્ર સ્વીકાર્યું હતું. દરમિયાન સિક્યુરિટી ઇન્ચાર્જ બોલી ઉઠ્યાતા કે, વર્ષોનો અનુભવ છે એટલે આ કરવું પડે છે. મેસમાંથી જીવ-જંતુઓ નીકળવાની અનેક ફરિયાદોઃ NSUI
આ અંગે એન.એસ.યુ.આઇના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, એમ.એસ યુનિવર્સિટીમાં 16 હોસ્ટેલો આવેલી છે, જેમાં 6,000 જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોય છે. અવારનવાર ત્યાંની મેસમાંથી જીવ-જંતુઓ, ઇયળ નીકળવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા આવતી રહેતી હોય છે. થોડા દિવસ પહેલાંની એસ.પી. હોલની પાછળ બોયઝની મેસ આવેલી છે, ત્યાં એનએસયુઆઈ દ્વારા વોર્ડનને રજૂઆત કરવામાં આવી હતી. ગતરોજ ગર્લ્સ હોસ્ટેલમાં ઇયળ નીકળી
વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા મૂકવામાં આવતી શાકભાજી પર ફંગલસ જોવા મળી હતી અને તે શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા હતાં. આ બાબતે અનેકવાર રજૂઆત છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમને એવું લાગી રહ્યું છે કે, યુનિવર્સિટીના સત્તાધિશો કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલા છે અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણી કરે છે. ગતરોજ ફરી એકવાર ગર્લ્સ હોસ્ટેલમાંથી ઇયળ નીકળવાનો બનાવ સામે આવે છે અને આ બાબતે અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા કમ્પ્લેન કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા માગ
વધુમાં કહ્યું કે, આવી જ રજૂઆત અવારનવાર એમ. એસ. યુનિવર્સિટીમાં આવતી રહે છે. ત્યારે અમારી માંગ છે કે એમ. એસ. યુનિવર્સિટીમાં આવો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટરો પર યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે સાથે ચડા થતા રહેશે. અમારી માંગ છે કે, આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને હોસ્ટેલ કેમ્પસમાં યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે. નિર્ધારિત કમિટી દ્વારા મેસમાં તપાસ કરાશેઃ PRO
આ અંગે યુનિવર્સિટીના પી.આર.ઓ હિતેષ રવિયએ જણાવ્યું હતું કે, આ બાબતે એમને વિદ્યાર્થીઓ દ્વારા આવી રજૂઆત કરવમાં આવી છે. આ બાબતે યુનિવર્સીટી ગંભીતાપૂર્વક લેવામાં આવી છે. ટુંક સમયમાં યુનિવર્સીટી દ્વારા નિર્ધારિત કમિટી દ્વારા મેસમાં તપાસ કરવમાં આવશે. જો ક્યાંય પણ કોઈપણ મેસનો કોન્ટ્રાક્ટર કોઈ પણ પ્રકારની ગડબડ હશે, તો હાઈઝીંન સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. વિદ્યાર્થીઓની સંપૂર્ણ બાબત સાચી છે. ‘એજન્સીની ભૂલ હોય તો બ્લેકલિસ્ટ કરીએ છીએ’
વધુમાં કહેવામાં આવ્યું કે, આ બાબતે યુનિવર્સિટી દ્વારા વર્ષની શરૂઆતમાં આ બાબતે ઍક પ્રોસિઝર કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં હોય છે. અગામી દિવસોમાં આ બાબતે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા તપાસ કરીએ અને તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે જ્યારે આવી કોઈ ફરિયાદો આવે છે, ત્યારે અમે એજન્સીઓની જો ભૂલ હોય તો તેઓને બ્લેકલિસ્ટ કરીએ છીએ. યુનિવર્સિટી જ્યારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરતી હોય છે, ત્યારે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને ક્યારેય પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. છતાં પણ જો કોઈપણ સમયે આવા પ્રોબ્લેમ આવતા હોય છે, ત્યારે યુનિવર્સિટી અધ વચ્ચેથી પણ તેઓની સામે કાર્યવાહી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments