back to top
Homeગુજરાતચાલુ ટ્રેનમાં 50 હજારની લૂંટ કરનાર 3 આરોપી ઝડપાયા:સહરસા એક્સપ્રેસમાં મુસાફરો પાસેથી...

ચાલુ ટ્રેનમાં 50 હજારની લૂંટ કરનાર 3 આરોપી ઝડપાયા:સહરસા એક્સપ્રેસમાં મુસાફરો પાસેથી રોકડ ઝૂંટવી ભાગેલા આરોપીઓને બિલીમોરાથી GRPએ દબોચ્યા

વલસાડ રેલવે પોલીસે સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં થયેલી લૂંટના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના મુસાફરો પાસેથી 50 હજાર રૂપિયાની લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 17,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટના 19મી જાન્યુઆરી 2025ના રોજ બની હતી, જ્યારે વાસદા તાલુકાના ઇટોના ભઠ્ઠામાં કામ કરતા મધ્યપ્રદેશના 20 જેટલા મજૂરો તેમના પરિવારમાં થયેલા મૃત્યુના કારણે વતન જઈ રહ્યા હતા. વલસાડ અને બિલીમોરા વચ્ચે 6-7 અજાણ્યા શખ્સોએ એસ-7 કોચમાં મુસાફરો સાથે મારામારી કરી પૈસા લૂંટ્યા હતા અને ચાલુ ટ્રેને કૂદી ગયા હતા. રેલવે SP સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ PSI રવિરાજસિંહ જાડેજાની ટીમે સુરતના ઉધના, સંજયનગર અને લિંબાયત વિસ્તારમાં તપાસ કરી હતી. બાતમીના આધારે બિલીમોરા રેલવે સ્ટેશનેથી ત્રણ આરોપીઓ – મોહમંદ સાજીદ ઉર્ફે બબલીયા (25), સમીર ઉર્ફે ડુબ્બર (24) અને યાકુબ ઉર્ફે બાબા (26)ની 27મી જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે વધુ આરોપીઓ અને બાકીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments