back to top
Homeમનોરંજનટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ પુત્રનું નામ જાહેર કર્યું:ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર...

ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ પુત્રનું નામ જાહેર કર્યું:ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી, કહ્યું- અમારી ખુશીના ભંડાર ‘જોય’ને મળો

દેવોલિના ભટ્ટાચાર્જીએ હાલમાં જ તેના બેબી બોયનું નામ જાહેર કર્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે તેના પુત્રનું નામ જણાવ્યું છે. દેવોલીનાની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને અભિનંદન પણ આપી રહ્યાં છે. ખરેખર, દેવોલીનાએ 18 ડિસેમ્બર, 2024ના રોજ તેના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. દેવોલિના ભટ્ટાચાર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસે તેના પુત્રને ખોળામાં બેસાડ્યો છે, પરંતુ આ દરમિયાન તેણે પુત્રનો ચહેરો છુપાવી રાખ્યો છે. આ તસવીરોના કેપ્શનમાં દેવોલીનાએ લખ્યું છે કે, ‘અમારા પરિવારના નવા સભ્યનું સ્વાગત કરતાં અમારું હૃદય છલકાઈ ગયું છે. ‘જોય’ને મળો, અમારી ખુશીઓનો ભંડાર.’ ચાહકોની કમેન્ટ્સ
દેવોલીનાના મિત્રોની સાથે સાથે ઘણા ફેન્સ પણ આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘બ્લેસ યુ જોય’, બીજાએ લખ્યું, ‘તમે બાળકનો ચહેરો ક્યારે બતાવશો?’, ત્રીજાએ લખ્યું, ‘નવા જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન’, આ સિવાય અન્ય ઘણા લોકોએ એક્ટ્રેસને અભિનંદન આપ્યા છે. વર્ષ 2022માં જિમ ટ્રેનર સાથે લગ્ન કર્યા
દેવોલિના ભટ્ટાચાર્જીએ 2022માં તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. પતિ શાહનવાઝ સાથેનો ફોટો શેર કરતા તેણે લખ્યું હતું કે, ‘હા, હવે હું ગર્વથી કહી શકું છું કે હું પરિણીત છું. મેં દીવો લઈને શોધ્યો હોત તો પણ તારા જેવો કોઈ મળ્યો ન હોત. તમે મારી પ્રાર્થનાનો જવાબ છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ. અમને તમારી દુવાઓમાં યાદ રાખજો.’ દેવોલિના-શાહનવાઝે બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવોલિના અને શાહનવાઝ જીમમાં મળ્યા હતા. બંનેએ લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments