back to top
Homeગુજરાતતલવારથી કેક કાપી મર્ડરનો સીન કરવો ભારે પડ્યો!:સુરતમાં યુવકોએ ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી...

તલવારથી કેક કાપી મર્ડરનો સીન કરવો ભારે પડ્યો!:સુરતમાં યુવકોએ ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી લઈ સિગારેટ-દારૂની બોટલ સાથે રીલ બનાવી; પોલીસે ભાઈગીરી ઉતારી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વીડિયો બનાવનારા પાંચ યુવકોને ભેસ્તાન પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. પાંચ યુવકોએ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને જાહેરમાં સિગારેટ અને દારૂની બોટલ લઈ નાસી રહ્યાં હતાં. આ સાથે જ એક યુવકે તલવાર વડે કેક કાપી ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો. આ વાઇરલ વીડિયોના આધારા પોલીસે તમામને આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે. વાઇરલ વીડિયોના કેસની શરૂઆત
ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાઈ છે કે, યુવકો ફિલ્મી સ્ટાઇલમાં ટુ-વ્હીલર પર એન્ટ્રી લે છે. પોતે મોટોભાઈઓ હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા. આ સાથે જ તલવાર વડે કેક કાપી અન્ય યુવકનું છરી મારી મર્ડરનો સિન ક્રિએટ કર્યો હતો. આ સાથે અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી. આ વીડિયો મે, 2022માં બનાવાયો હતો, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે તમામને શોધી કાઢ્યાં
વીડિયોને ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી. વીડિયો અનુસંધાને તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવકો ભેસ્તાનના ઉનપાટિયા વિસ્તારમાં રહે છે. પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતાં. ધરપકડ કરાયેલા યુવકો
1. અઝહર ઉર્ફે સોનુ ગુલાબ પિંજારી (ઉં.વ. 21), ધંધો: નોકરી, રહે: બિસ્મિલ્લા નગર, ઉનપાટિયા
2. જુનેદ ઇરફાન પિંજારી (ઉં.વ. 19), ધંધો: નોકરી, રહે: બિલાલ નગર, ઉનપાટિયા
3. આફતાબ સુપડુ પિંજારી (ઉં.વ. 19), ધંધો: મજૂરી, રહે: બિલાલ નગર, ઉનપાટિયા
4. રીઝવાન યુસુફ પિંજારી (ઉં.વ. 22), ધંધો: મજૂરી, રહે: બિસ્મિલ્લા નગર, ઉનપાટિયા
5. શોયેબ શમસુદ્દીન પિંજારી (ઉં.વ. 23), ધંધો: ટેલર, રહે: રેશ્મા નગર, ઉનપાટિયાની ધરપકડ કરાઈ છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી
આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધ જાહેરનામા ભંગના ગુનાના કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ યુવકો પર શાંતી ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. યુવકે ફરી આવું ન કરવા માફી માંગી
ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું કે, આ વીડિયો જૂનો હતો. તેમણે પોલીસને વચન આપ્યું કે, તેઓ ફરી ક્યારેય આવા જોખમી વીડિયો બનાવી લોકોને ગુમરાહ કરવામાં નહીં આવે. પોલીસની ચેતવણી
ભેસ્તાન પોલીસે આ પ્રસંગે તમામ યુવાનોથી સોશિયલ મીડિયા પર યોગ્ય અને કાયદેસર રીતે વર્તન કરવાનો આગ્રહ રાખ્યો. ભવિષ્યમાં આવા વીડિયો બનાવતા પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે તેવો આદેશ પણ જાહેર કર્યો છે. આ પ્રક્રિયાથી યુવાનોને પાઠ
આ ઘટનાથી સુરતના યુવાનો માટે સાબિત થાય છે કે, સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી હિલચાલો કરવી ભવિષ્યને દાવ પર મૂકવા સમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments