દિલ્હીના બુરારી વિસ્તારમાં સોમવારે સાંજે 6.30 કલાકે 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે કાટમાળ નીચે હજુ પણ વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે. દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ, ડીડીએમએ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર બુરારીમાં ઓસ્કર પબ્લિક સ્કૂલ પાસે એક નવી ઈમારત બની રહી હતી. કાટમાળ નીચે દટાયેલા મોટા ભાગના મજૂરો છે. ઘટના પર દિલ્હીના સીએમ આતિશીએ પોતાની પોસ્ટમાં કહ્યું- બુરારીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. આ દરમિયાન બીજેપી સાંસદ મનોજ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે આ એક મોટી બેદરકારી છે. જે પણ જવાબદાર હશે તેને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે આ 4 માળની ઇમારતનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ફિનિશિંગ માટે પીઓપીનું કામ ચાલી રહ્યું હતું. ઘટના સાથે જોડાયેલી 5 તસવીરો… મને મારો ભાઈમળથો નથી, મારા બે સંબંધીઓ ફસાયા છે સ્થળ પર હાજર એક વ્યક્તિએ કહ્યું કે મારા બે સંબંધીઓ કાટમાળ નીચે ફસાયેલા છે. તેમાંથી એક મારો ભાઈ છે. મને માહિતી મળી હતી કે 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મારો ભાઈ ત્યાં મળ્યો ન હતો. પછી અહીં આવ્યો. હું બંને સુરક્ષિત રીતે બહાર આવે તેની રાહ જોઈ રહ્યો છું. અકસ્માત સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ઉત્તર પ્રદેશના બાગપતમાં 65 ફૂટ ઊંચું મંચ ધરાશાયી, 6 લોકોના મોત અને 80 ઘાયલ ઉત્તર પ્રદેશના બાગપતમાં 28 જાન્યુઆરીની સવારે જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન એક અકસ્માત થયો હતો. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. 80થી વધુ ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.