back to top
Homeગુજરાતપત્નીની ભુલે પતિનો જીવ લીધો:બિહારમાં પત્નીથી અજાણ્યા નંબરમાં 2 લાખ ટ્રાન્સફર થતાં...

પત્નીની ભુલે પતિનો જીવ લીધો:બિહારમાં પત્નીથી અજાણ્યા નંબરમાં 2 લાખ ટ્રાન્સફર થતાં સુરતમાં પતિએ જીવ ટુંકાવ્યું, પત્ની ઠગોનો શિકાર બની હતી

સુરતના સચિન વિસ્તારમાં રહેતા 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. વતન બિહાર ખાતે રહેતી પત્નીની એક ભૂલને લીધે સુરતમાં રહેતા પતિને પોતાનો જીવ આણવાનો વારો આવ્યો હતો. પત્નીએ અજાણયા નંબર ઉપર મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને ત્યાર બાદ આ અંગે સુરતમાં રહેતા પતિને વાત કરતા બન્ને વચ્ચે આ મુદ્દે રકઝક થઈ હતી અને પતિએ ઝાડી ઝાંખરામાં જઈને ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હતો. યુવકનો ઝેરી દવા ગટગટાવી આપઘાત
મળતી માહિતી મુજબ સચિન સ્લમ બોર્ડ, ડાયમંડ ગેટ પાસે આવેલ શાંતીપાર્કમાં રહેતા 31 વર્ષીય અનીલુકમાર જગન્નાથ રાયએ ગત સાંજે સચિન સલ્મ બોર્ડ મંદિર પાસે આવેલ ઝાડી ઝાખરમાં જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. મરણજનાર અનિલ કુમાર મૂળ બિહારનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જોકે, પત્ની બેબી દેવી અને બાળકો વતન ખાતે રહે છે અને તે સુરતમાં રહીને પંક્ચર બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પત્નીએ અજાણ્યા નંબર પર પૈસા ટ્રાન્ફર કર્યા
થોડા દિવસ પહેલા અનિલકુમારની પત્નીને કોઈ અજાણયા નંબર ધારકે કોલ કરીને કહ્યું હતું કે તમારા ખાતા બે લાખ ટ્રાન્સફર થઇ ગયા છે તે પરત કરી દો. પત્નીએ ભૂલમાં મોબાઈલથી અજાણયા નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. અને ત્યાર બાદ આ અંગે સુરતમાં રહેતા પતિને વાત કરી હતી. પત્નીની ભૂલને લઈને બને વચ્ચે રકઝક થઇ હતી અને બાદમાં પતિએ આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે સચિન પોલીસે આગળની વધુ તપાસ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments