શાહિદ કપૂર અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ ‘દેવા’ 31 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. રિલીઝના થોડા દિવસો પહેલાં જ સેન્સર બોર્ડે ફિલ્મના એક સીન પર વાંધો ઉઠાવ્યો છે. તેમજ ઘણા સીનમાં ફેરફારની માગ કરી છે. E-Timesના અહેવાલો અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મ ‘દેવા’ના મેકર્સે ફિલ્મમાંથી તે સીન હટાવવા માટે કહ્યું છે જેમાં શાહિદ કપૂર અને પૂજા હેગડેનું લાબું લિપ લોક છે. બોર્ડે આ 6 સેકન્ડમાં કરવાનું સૂચન કર્યું છે. આ સીન સિવાય મેકર્સ પાસે એક્ટર્સ દ્વારા કરવામાં આવેલી ખોટી અને અશ્લીલ હરકતો દૂર કરવાની પણ માગ કરી છે. કેટલાક દ્રશ્યોમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, હવે બોર્ડે તેમાં ફેરફારની માગ કરી છે. સીન સિવાય મેકર્સે સબટાઈટલમાં પણ ફેરફાર કરવા પડશે. મેકર્સ પાસે સીનમાં ફેરફાર કરવાની કે તેને દૂર કરવાની સ્વતંત્રતા છે. સેન્સર બોર્ડે મેકર્સ પાસેથી સ્પષ્ટતા માગી હતી ફિલ્મના એક સીનમાં મુંબઈ ફોર્ટ વિસ્તારનું નામ હુતાત્મા ચોક રાખવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે આ ફેરફારનું કારણ પૂછ્યું છે. આ તમામ સૂચનો બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું છે. સીનમાં ફેરફાર અને કેટલાક સીન કાઢી નાખ્યા પછી, ફિલ્મનો રન ટાઈમ હવે 2 કલાક 36 મિનિટ અને 59 સેકન્ડનો થઈ ગયો છે. ‘દેવા’ ફિલ્મ પહેલા શાહિદ કપૂરની ફિલ્મો ‘ઉડતા પંજાબ’, ‘તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયા’, ‘કબીર સિંહ’, ‘પદ્માવત’ પર પણ સેન્સર બોર્ડની કાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે ‘ઉડતા પંજાબ’માં 40 ફેરફારો કરવામાં આવ્યા હતા. શાહિદ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ કબીર સિંહને પણ એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મ ‘દેવા’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું ડિરેક્શન રોશન એન્ડ્ર્યુએ કર્યું છે. ફિલ્મમાં પૂજા હેગડે, શાહિદ કપૂર, કુબબ્રા સૈત, પાવેલ ગુલાટી મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ શરૂઆતમાં 11 ઑક્ટોબર 2024ના રોજ રિલીઝ થવાની હતી, જો કે તે પાછળથી મુલતવી રાખવામાં આવી હતી અને 14 ફેબ્રુઆરી 2025ના રોજ નિર્ધારિત કરવામાં આવી હતી. હવે તેને 31મી જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લિક્સ પાસે છે.