back to top
Homeમનોરંજન'મને માફ કરજો...':ટ્રમ્પના નિર્ણયે ફેમસ હોલિવૂડ સિંગરને રડાવી, ટ્રોલ થતાં વીડિયો સો....

‘મને માફ કરજો…’:ટ્રમ્પના નિર્ણયે ફેમસ હોલિવૂડ સિંગરને રડાવી, ટ્રોલ થતાં વીડિયો સો. મીડિયા પરથી હટાવ્યો

હોલિવૂડ સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ સો. મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. સેલેનાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ રડી રહી હતી. સેલેનાના રડવાનું કારણ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી દેશનિકાલ નીતિ છે. અમેરિકામાં ટ્રમ્પના શાસનની શરૂઆત સાથે, ઇમિગ્રેશન અમલીકરણ પર ઝડપથી કામ શરૂ થયું છે. 26 જાન્યુઆરીએ અમેરિકામાં ટ્રમ્પના આદેશ બાદ, ઘણી એજન્સીઓએ હજારો ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી. આ વિશે વાત કરતા, સેલેના ગોમેઝે એક ઈમોશનલ વીડિયો શેર કર્યો હતો. સેલેના ગોમેઝ કેમેરા સામે જ રડી પડી!
આ ઈમોશનલ વીડિયોમાં તેણે કેપ્શન લખ્યું – પ્લીઝ મને માફ કરી દેજો. આ સાથે, તેણે મેક્સીકન ધ્વજનું ઇમોજી પણ એડ કર્યું હતું. સેલેનાએ આ વીડિયોમાં ટ્રમ્પની નવી ઇમિગ્રેશન પોલિસી વિશે વાત કરી હતી. સાથે આ પોલિસી અંતર્ગત ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, આપણા લોકો પર હુમલો થઈ રહ્યો છે, બાળકોને પણ છોડવામાં આવતા નથી. હું સમજી શકતી નથી. મને માફ કરી દેજો, હું ઈચ્છું છું કે હું કંઈક કરું, પણ હું કંઈ કરી શકતી નથી. મને ખબર નથી પડતી કે શું કરવું. હું બધા જ પ્રયત્ન કરીશ, હું પ્રોમીશ કરું છું. આ વાત કરતાં-કરતાં સેલેના ગોમેઝ ખૂબ રડી રહી હતી. જોકે, થોડા સમય બાદ ટ્રોલ થતાં તેણે આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. સેલેના સો. મીડિયા પર ટ્રોલ થઈ
આ વીડિયો પર રાજકીય કાર્યકર્તા ચાર્લી કિર્કે તેના પર પ્રહાર કરતા કહ્યું, સેલેના ઇમિગ્રન્ટ્સને મારા લોકો કેમ કહી રહી છે? શું તમે અમેરિકન નથી? જ્યારે 100,000 અમેરિકનો ફેન્ટાનાઇલ પોઈઝનથી મૃત્યુ પામ્યા ત્યારે તમારો પોકાર ક્યાં હતો? ચાર્લી કિર્કે આગળ કહ્યું, ‘જ્યારે આપણી સરહદ નજીક 340,000 બાળકોની તસ્કરી થયા પછી ગાયબ થઈ ગયા ત્યારે આ આંસુ ક્યાં ગયા હતા? કદાચ આ અમેરિકન તમારા લોકો નથી. સેલેનાને મળી ધમકીઓ
સેલેના ગોમેઝનો આ વીડિયો અપલોડ થતાંની સાથે જ તે ઇન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો છે. જોકે, શેર કર્યાના થોડા સમય પછી, સિંગરે આ વીડિયો ફીડમાંથી હટાવી દીધો. આ પોસ્ટ બાદ તે ટ્રોલ અને ધમકીઓના સંકજામાં આવી ગઈ હતી. તેણે ટીકાના જવાબમાં કોમેન્ટ કરી કે, દેખીતી રીતે લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી યોગ્ય નથી. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો ટ્રમ્પનો ઉદ્દેશ્ય
26 જાન્યુઆરીના રોજ, ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)એ અમેરિકામાં 956 લોકોની ધરપકડ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પનો ઉદ્દેશ્ય અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. સેલેના ગોમેઝ લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સના અધિકારો વિશે વાત કરી રહી છે. 2019 માં, તેણે નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ સીરિઝમાં ‘લિવિંગ અનડોક્યુમેન્ટેડ’નું પણ બનાવી હતી. તેમાં અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments