back to top
Homeદુનિયામિની અમદાવાદ ગણાતા વેમ્બલીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી:બ્રેન્ટના મેયરે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, ભારે ઠંડી...

મિની અમદાવાદ ગણાતા વેમ્બલીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી:બ્રેન્ટના મેયરે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, ભારે ઠંડી અને પવન વચ્ચે પણ લોકોનો જુસ્સો યથાવત્

એક સમયે ભારત પર વર્ષો સુધી રાજ કરનારા ઇંગ્લેન્ડમાં 26મી જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થઇ. વેમ્બલીમાં બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશનના કમ્પાઉન્ડમાં એકઠા થયેલા ભારતીયોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 4 ડિગ્રી જેટલું અતિશય ઠંડું વાતાવરણ અને 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવા છતાં ભારતીયોના જુસ્સામાં કોઇ ફેર પડ્યો નહોતો. સૌએ એકસાથે દેશભક્તિના દર્શન કરાવ્યા હતા. બ્રેન્ટના મેયર અને હેરોના ડેપ્યુટી મેયરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જેના પછી રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. અહીં થયેલી ઉજવણીમાં અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. બ્રેન્ટ કાઉન્સિલના મેયર તારીક ડાર, હેરોના ડેપ્યુટી મેયર અંજના પટેલ, બ્રેન્ટ કાઉન્સિલના લીડર મહમ્મદ બટ્ટ, બેડફોર્ડશાયરના હાઇ શેરિફ બાવ શાહ, હેરો અને બ્રેન્ટના ઘણા કાઉન્સિલર્સ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. લંડનમાં આવેલું વેમ્બલી મિની અમદાવાદ તરીકે પણ ઓળખાય છે. આ કાર્યક્રમના અંતે સૌને ગાંઠીયા જલેબી પીરસાયા હતા. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments