મોરબી અને આસપાસના વિસ્તારમાં પેકેજિંગ ઉદ્યોગ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. આ વિસ્તારમાં કાર્યરત 200 જેટલા પેકેજિંગ યુનિટ્સમાંથી 47 મોટા યુનિટના સંચાલકોએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં બે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા – દર મહિને 6 દિવસ યુનિટ્સ બંધ રાખવા અને 1 ફેબ્રુઆરીથી કોરુગેટેડ બોક્સના ભાવમાં 10 ટકાનો વધારો કરવો. આ નિર્ણય પાછળ અનેક કારણો જવાબદાર છે. મોરબી વિસ્તારમાં સ્થિત વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો છે, જેના કારણે ઘણા કારખાનાઓ બંધ થઈ ગયા છે અથવા આંશિક રીતે કાર્યરત છે. સિરામિક ઉદ્યોગની મંદીની સીધી અસર પેકેજિંગ યુનિટ્સ પર પડી છે, કારણ કે તેઓ સિરામિક પ્રોડક્ટ્સ માટે પેકેજિંગ સામગ્રી પૂરી પાડે છે. વધુમાં, વેસ્ટ પેપરના ભાવમાં થયેલા વધારાએ પણ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. પેપર મિલમાંથી મેળવવામાં આવતા કાચા માલના ભાવમાં વધારો થવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આ બધા પરિબળોને કારણે ઉદ્યોગકારો નફો-નુકસાન વચ્ચે સમતુલા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મહિને છ દિવસ યુનિટ્સ બંધ રાખવાનો અને ભાવ વધારવાનો નિર્ણય અનિવાર્ય બન્યો છે. મોરબીની આસપાસમાં જે કોરુગેટેડ બોક્ષ બનાવતા પેકેજીંગના નાના મોટા 200 જેટલા કારખાના આવેલા છે તેમાંથી 47 જેટલા મોટા કારખાના છે કે જેમાં એક દિવસના નાની મોટી સાઈઝના પાંચ લાખ જેટલા કોરુગેટેડ બોક્ષ બનાવવામાં આવે છે આ મોટા ઉત્પાદકોની તાજેતરમાં મોરબીમાં આવેલ ઉમા રિસોર્ટ ખાતે મીટીંગ મળી હતી અને આ મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર મહિનામાં પહેલા પખવાડિયામાં ત્રણ અને બીજા પખવાડિયામાં ત્રણ દિવસ આમ કુલ મળીને છ દિવસ પોતાના કારખાના બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે અને તેની સાથોસાથ આગામી 1 ફેબ્રુઆરીથી કોરુગેટેડ બોક્ષના વર્તમાન જે ભાવ છે તે ભાવની અંદર 10 ટકાનો વધારો કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે. ખાસ કરીને મોરબીની આસપાસમાં આવેલા પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે થઈને આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ વગેરે હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં લેવામાં આવેલા બંને નિર્ણયમાં તમામ ઉદ્યોગકારોએ સહમતી દર્શાવેલ છે. અને હાલમાં લેવામાં આવેલા બે નિર્ણયની સો ટકા અમલવારી કરવામાં આવે તો તેનાથી કારખાનાઓ ટકી રહેશે તેની સાથોસાથ શ્રમિકોને રોજગારી મળતી રહેશે તેવું આગેવાનો પાસેથી જાણવા મળેલ છે.