સુરતના ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ-8માં ભણતી વિદ્યાર્થિનીના આપઘાતના મામલે તપાસ તેજ થઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસનો જવાબ રજૂ કરવા માટે બુધવાર છેલ્લો દિવસ છે, જ્યારે બીજી બાજુ આત્મહત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે વિદ્યાર્થિનીનો મોબાઇલ એફએસએલમાં મોકલ્યો છે, જેના આધારે પોલીસ અનુમાન લગાવશે કે આત્મહત્યા પાછળનું કારણ ફી છે કે કોઈ અન્ય બાબત. વિદ્યાર્થિનીનો મોબાઈલ FSLમાં મોકલ્યો
પોલીસે આ ઘટનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીના મોબાઇલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલ્યો છે. મોબાઇલમાં હાજર કોલ ડીટેલ, ફોટોગ્રાફ્સ, વીડિયોઝ અને અંતિમ ઇન્ટરનેટ સર્ફિંગને આધારે આ બનાવ પાછળનું સાચું કારણ જાણવા પ્રયત્નશીલ છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થઈ શકે છે કે આપઘાત પાછળ ફી માટે શાળાના તણાવના કારણે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું કે પછી કોઈ અન્ય વ્યક્તિગત પરિબળ છે. નોટિસનો ઉત્તર આપવાનો શાળાનો બુધવાર છેલ્લો દિવસ
જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે સ્કૂલને નોટિસ આપી હતી, જેમાં ફી માટે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવા અને એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી કરતાં 2000 રૂપિયા વધુ લેવાના મામલે કાર્યવાહી વિશે ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્રણ દિવસની અંદર જવાબ આપવા માટે શાળાને સમય આપવામાં આવ્યો હતો, અને બુધવાર આ નોટિસનો જવાબ આપવાનો છેલ્લો દિવસ છે. બે દિવસમાં શાળાએ નોટિસનો કોઈ આપ્યો નથી
નોટિસ નો જવાબ આપવા માટે સ્કૂલ સંચાલકો દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. જો શાળા બુધવારે આ નોટિસનો યોગ્ય જવાબ નથી આપતી, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવો ડીઈઓના વલણ પરથી અંદાજ લગાવી શકાય છે. આચાર્ય બાબતે પણ ગંભીર સવાલો
શાળાના આચાર્ય તરીકે પત્ર પરના નામ અને વાસ્તવમાં ફરજ બજાવતા આચાર્ય વચ્ચે સંકળાયેલા ગેરમાર્ગે દોરીને લઈ વધુ એક નોટિસ આપી છે. આ મુદ્દે પણ જવાબ માંગવામાં આવ્યો છે. પરિવારના દાવા અને પ્રાથમિક તપાસના ખુલાસા
વિદ્યાર્થીનીના માતા-પિતાએ દાવો કર્યો છે કે ફી નહીં ભરવાના કારણે શાળાએ વિદ્યાર્થીનીને દોઢ કલાક સુધી કમ્પ્યુટર લેબમાં જમીન પર બેસાડી રાખી હતી. આ ઉપરાંત તેને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી પણ આપવામાં આવી ન હતી. ડીઈઓની તપાસ કમિટીએ આ દાવાઓને પાટી મૂકી છે અને રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે. બીજી બાજુ પોલીસ હવે સ્કૂલના CCTV ફૂટેજ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો તથા શાળાની બીજી પ્રવૃત્તિઓના આધારે આ મામલાનું ગૂંચવણ સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહી છે. FSL રિપોર્ટ અને શાળાના નોટિસના ઉત્તર પરથી સ્પષ્ટ થશે કે આ આપઘાત પાછળનું કારણ ફી માટે શાળાનું તણાવ હતું કે અન્ય કોઈ અંગત પરિબળ. જો શાળા નોટિસનો જવાબ આપે છે, તો તેની તપાસને વધુ ગંભીરતા સાથે આગળ ધપાવવામાં આવશે.