back to top
HomeગુજરાતSNK સ્કૂલની વિદ્યાર્થિનીના આક્ષેપો બાદ DEO એક્શનમાં:મામલાની તપાસ માટે કમિટીની રચના, ધોરણ-6ની...

SNK સ્કૂલની વિદ્યાર્થિનીના આક્ષેપો બાદ DEO એક્શનમાં:મામલાની તપાસ માટે કમિટીની રચના, ધોરણ-6ની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં સિનિયર વિદ્યાર્થીઓ અને શાળા સામે આક્ષેપો કર્યા હતા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શાળા કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આજે (28 જાન્યુઆરી) આ કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વિદ્યાર્થિનીનો વીડિયો જોઈ કહ્યું કે, આ ઘટનામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે. સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કર્યાનો વિદ્યાર્થિનીનો આક્ષેપ
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલમાં ધો. 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં વિદ્યાર્થિની જણાવી રહી હતી કે, આ આખી ઘટના છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે પરંતુ સ્કૂલે કોઈ એક્શન નથી લીધાં. ધો. 11ના છોકરાઓ અમારા ઉપર રોજ રોફ જમાવે છે. જેમ ફાવે એમ અમારાં માતા-પિતાને બોલે છે. તેઓએ અમને માર્યા છે. હાલત ખરાબ થઈ ગઈ છે. માથું દુ:ખે છે. સ્કૂલવાળાને પાંચમીવાર ફરિયાદ કરી પણ કોઇ એક્શન લેતું નથી. ‘અમારાં માતા-પિતાને ગાળો બોલવા લાગે છે’
વધુમાં વિદ્યાર્થિનીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, અમે બસમાં એન્ટર થતા હોઇએ છીએ ત્યારે તેઓ પગ વચ્ચે રાખે છે અને થોડીક પણ બેગ અડી જાય એટલે તરત જ અમારાં માતા-પિતા સામે ગાળો બોલવા લાગે છે. અમે તેમને બે વાર વોર્નિંગ આપી અને પાંચવાર કમ્પ્લેન કરી કે તમે અમને હેરાન ના કરો, પરંતુ તેઓ માનતા ન હતા. તેમનાં માતા-પિતા આવ્યાં અને મારાં માતા-પિતા આવ્યાં હતાં તેમની સામે અમને ત્રણેયને મારી અને તેના પેરેન્ટ્સે જ અમને માર્યા. અમારા વાળ પકડીને રોડ પર ઢસળી હતી. આ સમગ્ર ઘટના કિરણનગરમાં બની હતી. ઈન્ચાર્જ DEOએ કહ્યું- ‘આ મામલાની કમિટી તપાસ કરશે’
આ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, SNK સ્કૂલની વિદ્યાર્થિનીનો વીડિયો જાહેર થયો છે જેમાં તેઓ જણાવે છે કે ધોરણ 11ના વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ બસમાં ઝઘડા થતા હતા. જોકે આ મામલે જ્યારે શાળાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ ઘટના શાળા કેમ્પસમાં બની નથી વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં જતા હોય તે દરમિયાનની આ ઘટના છે. જોકે આ સિવાયની કોઈ જ વિગતો શાળા દ્વારા જાહેર કરવામાં આવી નથી. જોકે એક છાત્રાનો વીડિયો જાહેર થયો છે ત્યારે વર્ગ 2 કક્ષાના અધિકારીના વડપણ હેઠળની ટીમ બનાવવામાં આવશે અને આ તપાસ કમિટી દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે સ્કૂલ કે વિદ્યાર્થીઓ બેમાંથી જે કોઈ પણ જવાબદાર હશે તો તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે. આ મામલે સતત બીજા દિવસે ABVPનો વિરોધ
આ ઘટનાની જાણ થતાંની સાથે જ ગઈકાલે બપોરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો બપોરના એસએનકે સ્કૂલ પર પહોંચી સંસ્થામાં પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. જોકે તેઓને સિક્યોરિટીએ દરવાજા પર જ અટકાવી દેતા આ અંગે એબીવીપીના હોદ્દેદારોએ સંસ્થાના સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ 14 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આજે પણ ABVPના કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ABVPના ભાર્ગવ ચૌહાણ દ્વારા એવું જણાવવામાં આવ્યુ કે, પ્રથમ દૃષ્ટિએ આ રેગિંગની ઘટના કહી શકાય. કારણ કે જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments