back to top
HomeગુજરાતSTના કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો:ટૂંક સમયમાં સત્તાવાર આદેશ થશે; 40,000 કર્મચારીને...

STના કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો:ટૂંક સમયમાં સત્તાવાર આદેશ થશે; 40,000 કર્મચારીને લાભ, એરિયર્સની ચુકવણી પણ કરાશે

ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓને હવે 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ અંગે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર કરશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે એરિયર્સની ચુકવણી પણ કરાશે. એસટી નિગમના કર્મચારીઓને હવે 50 ટકા DA મળશે
એસટી નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કર્મચારીઓને અત્યારસુધી 46 ટકા DA મળતું હતું, જે વધારા બાદ 50 ટકા મળશે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી
વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપતાં જણાવ્યું હતું કે એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે, સાથોસાથ વધારો થયેલું આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સની પણ ચુકવણી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ. 125 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને મળવા પામશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments