back to top
HomeભારતUPના બાગપતમાં નાસભાગ, 6ના મોત:80 ઘાયલ, નિર્વાણ મહોત્સવમાં 65 ફૂટ ઊંચું પ્લેટફોર્મ...

UPના બાગપતમાં નાસભાગ, 6ના મોત:80 ઘાયલ, નિર્વાણ મહોત્સવમાં 65 ફૂટ ઊંચું પ્લેટફોર્મ ધરાશાયી થતા અફરા-તફરી મચી; અનેક લોકોને હોસ્પિટલ ખસેડાયા

યુપીના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. 6ના મોત થયા છે. ઘણાની હાલત નાજુક છે. તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો લોહીથી લથપથ ભક્તોને પેંડલ રીક્ષામાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. નિર્વાણ મહોત્સવમાં સવારે 7 થી 8 વચ્ચે આ દુર્ઘટના થઈ હતી. તહેવાર દરમિયાન ભગવાન આદિનાથને લાડુ (પ્રસાદ) અર્પણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આયોજકોએ લાકડાના 65 ઊંચા સ્ટેજ બનાવ્યા હતા. ઉપર ભગવાનની 4-5 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી હતી. ભગવાન સુધી પહોંચવા માટે ભક્તો પાલખની સીડીઓ ચઢી રહ્યા હતા. આ દરમિયાન વજન વધવાને કારણે આખો પાલખ તૂટીને નીચે પડ્યો હતો. આ દુર્ઘટના બાગપત શહેરથી 20 કિલોમીટર દૂર બરૌતમાં થઈ હતી. અકસ્માતની 3 તસવીરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments