પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમ ઘાટ પર મૌની અમાસ નિમિતે રાત્રિના 2 વાગ્યાના અરસામાં નાસભાગ મચતા 20થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે. મૌની અમાસ નિમિતે આજે જ્યારે કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં સ્નાન માટે પહોંચ્યા છે ત્યારે જ સર્જાયેલી દુર્ઘટનાના પગલે શ્રદ્ધાલુઓમાં ગભરાટ છે. ગુજરાતથી કુંભમેળામાં ગયેલા લોકો અત્યાર સુધી સલામત હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ત્રણ ધારાસભ્ય સહિત સેંકડો ગુજરાતીઓ પ્રયાગરાજમાં ઉપસ્થિત છે. ત્યારે તેઓએ દુર્ઘટના બાદની ત્યાંની સ્થિતિ ભાસ્કરને જણાવી હતી. આ દુર્ઘટના બાદ ગુજરાતથી પ્રયાગરાજ જતી ટ્રેન, બસ અને ફ્લાઈટ ચાલું જ હોવાનું જાણવા મળ્યું છે.