back to top
Homeદુનિયાઅમેરિકાનું F 35 ફાઈટર પ્લેન અલાસ્કામાં ક્રેશ:લેન્ડિંગ દરમિયાન અકસ્માત; પાયલોટે પેરાશૂટથી પોતાનો...

અમેરિકાનું F 35 ફાઈટર પ્લેન અલાસ્કામાં ક્રેશ:લેન્ડિંગ દરમિયાન અકસ્માત; પાયલોટે પેરાશૂટથી પોતાનો જીવ બચાવ્યો

અમેરિકાનું એક એડવાન્સ્ડ ફાઈટર પ્લેન F35 મંગળવારે અલાસ્કામાં ક્રેશ થયું છે. પ્લેનના પાયલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો. અલાસ્કાના એયેલ્સન એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. દુર્ઘટના બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 3:19 વાગ્યે (મંગળવારે સ્થાનિક સમય અનુસાર 12:49 વાગ્યે) થઈ હતી. એરફોર્સની 354મી ફાઈટર વિંગના કમાન્ડર કર્નલ પોલ ટાઉનસેન્ડે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉડાન દરમિયાન પાઈલટને એરક્રાફ્ટમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ પાયલોટ સુરક્ષિત છે. તે સિંગલ સીટર ફાઈટર પ્લેન હતું, જેમાં એક જ પાઈલટ હતો. F-35 ફાઇટર એરક્રાફ્ટ 5મી પેઢીનું એરક્રાફ્ટ છે. તેનું ઉત્પાદન લોકહેડ માર્ટિન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્લેનનું ઉત્પાદન 2006થી શરૂ કરવામાં આવ્યું હતું. 2015 થી, તે યુએસ એરફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અહીં જુઓ અકસ્માતનો વીડિયો… અમેરિકા ભારતને પણ આ જ ફાઈટર જેટ આપવા માંગે છે F-35 ફાઈટર જેટ ખૂબ મોંઘું છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments