જ્યોફ એલાર્ડિસે ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદ પરથી રાજીનામું આપી દીધું છે. એલાર્ડીસ ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યા. 2020માં મનુ સાહનીને પદ પરથી હટાવ્યા પછી એલાર્ડિસે આઠ મહિના માટે વચગાળાના ધોરણે આ પદ પર સેવા આપી હતી. આ પછી, નવેમ્બર 2021માં તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તેમણે નવા પડકારોનો સામનો કરવાની ઈચ્છા દર્શાવી હતી. તેઓ 2012થી ICCમાં કામ કરી રહ્યા હતા. શરૂઆતમાં ક્રિકેટના જનરલ મેનેજર તરીકે, તે પહેલા તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં પણ કામ કર્યું હતું. અમે પ્રાપ્ત કરેલા તમામ લક્ષ્યો પર મને ગર્વ છે
એલાર્ડિસે કહ્યું, ‘ICCના CEO તરીકે કામ કરવું મારા માટે ગર્વની વાત છે. આ સમય દરમિયાન અમે જે લક્ષ્યો હાંસલ કર્યા છે તેના પર મને ગર્વ છે, પછી ભલે તે ક્રિકેટને વૈશ્વિક સ્તરે લઈ જવાનો હોય કે પછી ICC સભ્યોને નાણાકીય લાભ આપવાનો હોય.’ તેમણે આગળ કહ્યું, ‘છેલ્લા 13 વર્ષોમાં મને અપાર સમર્થન માટે હું ICC પ્રમુખ, બોર્ડના તમામ સભ્યો અને સમગ્ર ક્રિકેટ જૂથનો આભારી છું. મને વિશ્વાસ છે કે આવનારો સમય ક્રિકેટ માટે રોમાંચક હશે અને હું વૈશ્વિક ક્રિકેટ જૂથને આ માટે શુભેચ્છા પાઠવું છું.’ ICC ચેરમેન જય શાહે વખાણ કર્યા
રાજીનામું આપ્યા બાદ આઈસીસી પ્રમુખ જય શાહ દ્વારા એલર્ડાઈસની પ્રશંસા કરવામાં આવી છે. શાહે કહ્યું, ‘ICC બોર્ડ વતી હું જ્યોફના યોગદાન બદલ તેમનો આભાર વ્યક્ત કરવા માગુ છું. તેમણે ક્રિકેટને ગ્લોબલ લેવલ પર લઈ જવા માટે ઘણી મહેનત કરી છે. અમે તેમની સેવાથી ખુશ છીએ અને તેમના ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.’