બોમન ઈરાનીની ફિલ્મ ‘ધ મહેતા બોયઝ’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. જેમાં પિતા-પુત્ર વચ્ચેનો એક ઈમોશનલ ટચ જોવા મળશે.આ ફિલ્મથી બોમન ઈરાનીએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ પણ કર્યું છે. ટ્રેલરમાં એક કૌટુંબિક સંઘર્ષની સાથે પિતા-પુત્રના સંબંધની સાચી લાગણીઓના મુદ્દા પર વાત કરવામાં આવી છે. ગુજરાતી પિતા-પુત્રની શાનદાર કહાની
હળવી-હળવી ક્ષણો અને ઈમોશનલ ટચનું મિશ્રણ આ સ્ટોરીને ખાસ બનાવે છે. ટ્રેલરમાં એક ડાયલોગ છે તેના પરથી એક ગુજરાતી પિતાનો રોલ બતાવવામાં આવ્યો હોય તે સ્પષ્ટ થાય છે. લેખક, એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર બોમન ઈરાનીએ કહ્યું, મારા માટે, ‘ધ મહેતા બોયઝ’ એક અત્યંત વ્યક્તિગત સફર છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ સૌથી જટિલ અને ઈમોશનલ સંબંધોમાંનો એક છે. ‘બે લોકો વચ્ચેના બંધનની કસોટી’
વધુમાં તેમણે કહ્યું કે- આ ફિલ્મ દ્વારા, હું બતાવવા માગતો હતો કે કેવી રીતે બે લોકો વચ્ચેના બંધનની કસોટી સમય, ગેરસમજણો અને વણઉકેલાયેલા મુદ્દાઓ દ્વારા થઈ શકે છે. આ એક એવી વાર્તા છે જે વર્ષોથી મારી સાથે રહી છે, અને હું તેને પ્રાઇમ વિડિયો પર ભારત અને વિશ્વભરના દર્શકો સાથે શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું સમગ્ર કલાકારોનો ખૂબ ખૂબ આભારી છું જેમણે પોતાના પાત્રોને આટલી ઊંડાણ અને વાસ્તવિકતા સાથે ભજવ્યા, સ્ટોરીનો દરેક અર્થમાં સાર્થક બનાવ્યો. કૌટુંબિક વફાદારી અને વ્યક્તિગત અસંતોષ વચ્ચે ફસાયેલું પુત્રનું પાત્ર
ફિલ્મમાં બોમન ઈરાનીના પુત્ર અમયની ભૂમિકા ભજવનારા અવિનાશ તિવારીએ કહ્યું, ‘અમયનું પાત્ર જટિલતાઓથી ભરેલું છે, જે કૌટુંબિક વફાદારી અને વ્યક્તિગત અસંતોષ વચ્ચે ફસાયેલું છે. અમુક સંજોગો તેને તેના પિતા સાથે ઊંડા અને પરિવર્તનશીલ મુકાબલામાં લઈ જાય છે, જે તેના દૃષ્ટિકોણને બદલી નાખે છે. આ સફરને કેદ કરવી મારા માટે પડકારજનક અને સંતોષકારક બંને હતી. મને એવી ફિલ્મનો ભાગ બનવાનો ગર્વ છે જે કૌટુંબિક બંધન અને સમાધાનના વિષયોને આટલી ઈમોશનલ રીતે રજૂ કરે છે. ફિલ્મ ક્યારે રીલિઝ થશે?
ઝારાની ભૂમિકા ભજવતી શ્રેયા ચૌધરીએ કહ્યું, “અમયની ગર્લફ્રેન્ડ ઝારા તરીકેનું મારું પાત્ર એક અલગ વિચારસરણી ધરાવતી મજબૂત અને સ્વતંત્ર સ્ત્રી છે. તે અમયને તેના પિતા સાથેની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. તે છોકરીઓને પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રાઇમ વિડિયો પર રીલિઝ થવાની છે.