પ્રયાગરાજના સંગમ કિનારે મધ્યરાત્રિ પછી નાસભાગ મચી ગઈ હતી. આમાં કેટલા ભક્તોના મોત થયા? હજુ કેટલા ઘાયલ છે? પ્રશાસને હજુ સુધી કોઈ આંકડા જાહેર કર્યા નથી. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર ભાસ્કરના રિપોર્ટર અનુસાર- 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. અગાઉ સેન્ટ્રલ હોસ્પિટલમાં 11 મૃતદેહો જમીન પર પડેલા હતા. નાસભાગની જગ્યાએથી જ્યારે ભીડ હટી ત્યારે ત્યાં શ્રદ્ધાળુંઓ તડપતા દેખાયા. કેટલાક તેમના પ્રિયજનોની મોત પર રડતા દેખાયા તો કેટલાક તેમના પ્રિયજનોની શોધમાં અહીં-ત્યાં ભટકતા જોવા મળ્યા હતા. નાસભાગના 20 તસવીર