back to top
Homeગુજરાતરાજકોટ ક્રાઇમ ન્યૂઝ:છેડતી અને પોક્સોનાં ગુનામાં આરોપીને કોર્ટે 5 વર્ષની સખત કેદની...

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:છેડતી અને પોક્સોનાં ગુનામાં આરોપીને કોર્ટે 5 વર્ષની સખત કેદની સજા ફટકારી

રાજકોટના એસ.ટી. વર્ક શોપ નજીક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા અગાશી પર હતી ત્યારે તેની સાથે છેડતીનો બનાવ બન્યો હતો. આ કેસમાં આરોપી એજાજ મહંમદ અંજીજ અંશારીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સગીરાની માતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે બનાવના દિવસે તેઓની પાડેલી બિલાડી અગાશી ઉપર જતી રહી હતી જેથી તેમની 12 વર્ષની સગીર દિકરી અગાશી ઉપર બિલાડી લેવા જતા આરોપીએ ભોગ બનનાર પર જાતીય હુમલો કરેલો અને જાતીય સતામણી કરેલી આ બાબતે ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવેલી અને પોકસો કોર્ટમાં કેસ ચાલતા ભોગ બનનાર તેની માતા પોલીસ વિટનેસ, જન્મ તારીખ અંગેના સાક્ષી વગેરેને તપાસવામાં આવ્યા. બંને પક્ષે દલીલો બાદ પોકસો કોર્ટના જજ વી.એ.રાણાએ આરોપીને તકસીરવાન ઠેરવીને આઈ.પી.સી. કલમ-354 તથા પોકસો એકટની કલમ-8 હેઠળ 5 વર્ષની સખત કેદની તેમજ IPC કલમ 354(એ)માં 3 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ભોગબનનારની ઉમરને તથા તેના બાળ માનસ ઉપર થયેલ અસરને કારણે સરકારી સ્કીમ મુજબ રૂ.50,000 નું વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોષી અને આસી. એડવોકેટ ઋષિરાજસિંહ ચાવડા રોકાયેલ હતા. વાડીએ વીજ શોક લાગતાં યુવકનું સારવારમાં મોત
રાજકોટ નજીક નાકરાવાડી ગામમાં રહેતો સુમિત શૈલેષભાઈ સોલંકી (ઉ.વ.18) નામનો યુવક ગઈકાલ સાંજના સમયે રૈયાભાઈની વાડીએ હતો ત્યારે વાડીએ વીજ શોક લાગતાં યુવકને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક સુમિતનો પરિવાર ખેતમજુરી કરે છે. ગઈ કાલે યુવકનો પરિવાર ખેતીકામ કરવા રૈયાભાઈની વાડીએ ગયો અને યુવક પણ ત્યાંજ હતો ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગતાં મોત નિપજયું હતું. યુવક ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો અને ત્રણ ભાઈમાં મોટો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો
રાજકોટમાં કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ પાસે મીલપરામાં શેરી નંબર 26 માં રહેતાં ડમ્મર લોહાર (ઉ.વ.26) નામના યુવકે ગઈકાલ રાત્રિના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ 108ને કરતાં 108ની ટીમ સ્થળ પર પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક મુળ નેપાળનો વતની હતો અને અહીં સિક્યુરિટીમાં કામ કરતો હતો. જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે અંગે કારણ સામે ન આવતા પોલીસર આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડો થતાં 10 દિવસથી માવતરે રહેતી હતી
રાજકોટ નજીક માંડાડુંગર પાસે ભીમરાવનગર શેરી નંબર-20માં રહેતી રવિનાબેન ગૌતમભાઈ સોલંકી (ઉ.વ.22) નામની પરિણીતા 10 દિવસથી આજી ડેમ પાસે વેલનાથ સોસાયટીમાં માવતરે રહેતી હતી. તેણી ગઈકાલે તેના પિતા દેવરાજભાઈના ઘરે હતી ત્યારે બપોરનાં 2 વાગ્યાની આસપાસ એસીડ પી લેતા તેણીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યાં સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક રવિનાબેનના 2 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેનાં પતિ શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણીને તેના પતિ સાથે ઝઘડો થતાં 10 દિવસથી માવતરે રહેતી હતી. આ બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments