back to top
Homeગુજરાતવડનગર મ્યુઝિયમ 1 ફેબ્રુ.થી નિહાળી શકાશે:પર્યટકો સાથે આવનારા બાળકો કંટાળી ન જાય એ...

વડનગર મ્યુઝિયમ 1 ફેબ્રુ.થી નિહાળી શકાશે:પર્યટકો સાથે આવનારા બાળકો કંટાળી ન જાય એ માટે વચ્ચે વચ્ચે ફન એક્ટિવિટી પણ ગોઠવી;ટિકિટ દર 50, પ્રથમ દિવસે 100ને નિ:શુલ્ક પ્રવેશ

સતિષ ચૌધરી
વડનગરનો ઐતિહાસિક વારસો જાળવવા અમરથોળ નજીક 298 કરોડના ખર્ચે બનાવેલ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ(પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય) આગામી શનિવાર 1 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે.જેનો ટિકિટ દર 50 રૂ.રહશે,જ્યારે વિદેશી પર્યટકો માટે રૂ.300 દર નક્કી કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ તેમજ બાળકો માટે આ ચાર્જ માત્ર રૂ.10 રાખવામાં આવ્યો છે.શનિવારે પ્રથમ દિવસે મ્યુઝિયમમાં પ્રથમ 100 વ્યકતિઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.જેમાં એક પરિવારને 5 ટિકિટ મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે.મેઈન્ટેનન્સ માટે દર બુધવારે બંધ રાખવામાં આવશે.આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ માટે એક કાફેટેરિયા પણ બનાવ્યું છે. વડનગરની શોભામાં અભિવૃદ્ધિ થશે.તે નગર માટે ગૌરવની ક્ષણ હશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં દેશને નવા વર્ષમાં 21 મીટર ઊંચા અને 326 પીલ્લર પર ઉભા કરાયેલા એશિયાના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યૂઝિયમ બનીને તૈયાર થઈ જતાં 16 એ અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાયું હતુ.આગામી શનિવારથી જાહર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે.ઉત્ખનન દરમિયાન અહીં વડનગરનો ઈતિહાસ દર્શવાતી સાઈટ પર 14 કોલમ પર 2095 સ્કેવર ફૂટ શેડ તૈયાર કરવામાં આવ્યો છે.ઉપર અલગ અલગ મજૂબત મટિરિયલ, લોખંડની શીટ લગાવાઈ છે.તેની ઉપર લોખંડના 7 મજૂબૂત આડા ટ્રસ બનાવાયા છે. 1. દેશના પર્યટકો માટે રૂ.50 ટિકિટ દર
2. વિદેશી પર્યટકો માટે રૂ.300 ટિકિટ દર
3. બાળકો તેમજ વિદ્યાર્થીઓ માટે રૂ.10 ટિકિટ દર
4. દર બુધવારે મ્યૂઝિયમ બંધ રહશે
5. સમય સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહશે
પાંચ વાગ્યા પહેલાં પ્રવેશ મેળવી લેવો પડશે
6. કાફેટેરિયાની સુવિધા પણ હશે
7. મ્યુઝિયમમાં પ્રથમ દિવસ 100 ને નિ:શુલ્ક પ્રવેશ મળશે.
8. હાલ ઓફ લાઈન ટિકિટ મળશે. { મ્યૂઝિયમમાં વડનગરનો ઈતિહાસ, એ સમયની બજાર તથા વ્યાપાર, લોકજીવન સહિતની તમામ બાબતો સમજાવવા અનોખું ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરાયું
{ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રવેશતાંની સાથે ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન
{ સાતે કાળ પ્રિ.મોરીય,મોરીય,ક્ષત્રપ,પોસ્ટ ક્ષત્રપ,સોલંકી કાળ, મુગલકા, ગાયકવાડ કાળની વસ્તુઓ અને હથિયારો જોવા મળશે
{ વડનગરમાં ઉત્ખનન દરમિયાન ઘાંસકોળ દરવાજા નજીક મળી આવેલ બૌદ્ધ મઠની પ્રતિકૃતિ પણ આબેહુબ તૈયાર કરાઈ છે.
{ બાળકો મ્યુઝિયમમાં વડનગરની પૌરાણિક ગેમ્સ રમી શકશે
{ સમયના અનાજના કેટલાક દાણા, પ્રાણીઓનાં હાડકાં જોવા મળશે
{ વડનગરમાં ઉત્ખનન સમયે મળેલા અનાજના કેટલાક દાણાઓ પણ અહીં મૂક્યા છે. અલગ અલગ કાળ દરમિયાન વપરાતી મુદ્રાઓ અથવા ચલણો ઉત્ખનનમાં મળી આવ્યા હતાં. એ પણ અહીં રાખી છે.
{ જે-તે સમયના ઘરેણાં અને એ બનાવવાનાં ઓજાર પણ અહીં મુકવામાં આવ્યાં છે. સ્ક્રીન પર વડનગરનો ઈતિહાસ જોવા મળશે દર બુધવારે રજા; મ્યુઝિયમનો સમય સવારે 10 થી સાંજે 5 સુધીનો રહશે, વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયા ચાર્જ અને વિદેશી પર્યટકો માટે રૂ.300 પર્યટકો સાથે આવનારા બાળકો કંટાળી ન જાય એ માટે વચ્ચે વચ્ચે ફન એક્ટિવિટી પણ ગોઠવી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments