back to top
Homeગુજરાતસુરતમાં 10 દિવસમાં 3 સગીર સહિત 20ની આત્મહત્યા:ધો.8ની વિદ્યાર્થિનીના ફાંસાનું કારણ અકબંધ,...

સુરતમાં 10 દિવસમાં 3 સગીર સહિત 20ની આત્મહત્યા:ધો.8ની વિદ્યાર્થિનીના ફાંસાનું કારણ અકબંધ, વાલીઓએ આટલું ખાસ ધ્યાન રાખવું

સુરતમાં આપઘાતના બનાવો સતત બની રહ્યા છે ત્યારે હવે 17 વર્ષથી નાના માસુમ પણ આપઘાતનું પગલું ભરી રહ્યા આવવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં 20 જેટલા લોકો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ માસૂમોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સામાન્ય બાબતમાં માઠુ લગાવીને જીવન ટૂંકાવી લેવા સુધીનું પગલું ભરી લેતા હોય છે. આ ત્રણ માસૂમની ઉંમરો 13, 14 અને 15 વર્ષ છે. નાની ઉંમરમાં જ આકરૂ પગલું ભરી લેવા અંગે મનોચિકિત્સકે વાલીઓને પણ અપીલ કરી છે. માતા-પિતાનો બાળકો સાથેનો સંવાદ મિસિંગ છે
ડૉ. બિમલ તમાકુવાલા(મનોચિકિત્સક)એ જણાવ્યું હતું કે, આજકાલના સમયમાં નાની ઉંમરના બાળકો આપઘાતના પ્રયાસ સુધીના પગલાં ભરતા થઈ ગયા છે અને આપઘાત પણ કરી રહ્યા છે. મારા મત મુજબ તેના કારણો માતા-પિતા સાથે બાળકોનો સંવાદનો અભાવ છે. આ હરીફાઈની દોડમાં માતા-પિતાનો બાળકો સાથેનો તંદુરસ્ત સંવાદ હોવો જોઈએ તે મિસિંગ લાગે છે. જેના પરિણામે આપણે વાંચીએ છીએ કે, બાળકને ટીવી જોવાની ના પાડી, ભણવા બાબતે ઠપકો આપ્યો આ પ્રકારની નાની-નાની ઘટનાઓ બાળકોને આત્મહત્યા કરવા તરફ દોરી જવા માટે પ્રેરક બને છે. આ પ્રકારની ઘટનાઓ નિવારવા માટે એક તંદુરસ્ત સંવાદ, હૂંફ, પ્રેમ અને સંવાદિતા એટલે કે ઘરનું કોમળ વાતાવરણ ખૂબ જ જરૂરી છે. યુવાનોના માનસિક પ્રશ્નોને સમજવાની કોશિશ કરીએ
વધુમાં જણાવ્યું હતું કે, ઘણા બધા લોકો એમ પણ કહે છે કે, આજકાલના બાળકો હોય કે યુવાનોમાં સહનશીલતા ઓછી છે, મહેનત કરવા નથી ઈચ્છતા. જોકે, આ સિક્કાની એક બાજુ છે, દરેક જમાના અને સમયની એક તાસીર અને ખાસિયતો હોય છે. આજકાલ સમય ખૂબ જ ઝડપી થઈ ગયો છે. માણસો પાસે સમય નથી. સહનશીલતાનો અભાવ કહીને આપણે સમાજ તરીકે આપણી જવાબદારીમાંથી છટકી જઈએ એ એક મનોચિકિત્સક તરીકે યોગ્ય નથી. બાળકો અને યુવાનોના માનસિક અને ઈમોશનલ પ્રશ્નોને સમજવાની કોશિશ કરીએ. એમના પ્રશ્નોને વાચા આપવાનો મોકો આપીએ તો આ પ્રકારની કમનસીબ ઘટનાઓ નહી બને એવું મારું સ્પષ્ટ માનવું છે. છતાં પણ માતા-પિતા અને ઘરના સભ્યો જો બાળકો અથવા તો યુવાનોમાં આ પ્રકારના નકારાત્મક વ્યવહાર નોટીસ કરે તો માનસિક રોગના નિષ્ણાંત અથવા કાઉન્સિલરનો સંપર્ક કરવો જોઈએ. છેલ્લા 10 દિવસમાં માસૂમોએ કરેલા આપઘાત ધોરણ-8ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
મૂળ રાજસ્થાનના અને સુરતના ગોડાદરા સ્થિત પ્રિયંકાનગર સોસાયટીમાં રાજુભાઈ ખટીક તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. રાજુભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક વિદ્યાર્થિની ભાવના ખટિક ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ગત 20 જાન્યુઆરીએ ભાવનાએ ઘરે ઉપરના રૂમમાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી હતી. ઘટનાથી વ્યથિત પરિવારજનોએ બાળકીને ફી ન ભરવા મામલે સ્કૂલ દ્વારા બે કલાક ટોઈલેટ પાસે ઊભી રાખી અપમાનિત કરી હોવાના આક્ષેપ કર્યા હતા. આ બાબતે ડિઇઓ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જોકે હજુ સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા ફી બાબતે ત્રાસ અને અન્ય કોઈ કારણો છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. 15 વર્ષની તરૂણીએ આપઘાત કર્યો
આપઘાતના બીજા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશ અને સચિનમાં ગણેભીગામ પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ઝૂંપડામાં 15 વર્ષીય તરુણી પરિવાર સાથે રહેતી હતી. તેની એકબહેન અને ચાર ભાઈ છે. તેના પિતા મજુરી કામ કરે છે. તે પણ મજુરી કામ કરતી હતી. તરૂણી આજે ઘર નજીક ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે તરૂણીના પરિવારના જણાવ્યા પ્રમાણે, તરૂણી ગત મોડી રાતે તેના પ્રેમી સાથે બેસીને વાતચિત કરતી હતી. તે સમયે તરૂણીનો ભાઈ બંનેને જોઈ ગયો હતો. જેથી પ્રેમી ત્યાં ગભરાઈને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતું. ધોરણ-7ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો
આપઘાતના ત્રીજા બનાવમાં, મુળ મહારાષ્ટ્ર અને ડીંડોલીમાં રહેતા રોહિદાસ પાટીલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. રોહીદાસ મજૂરીકામ કરે છે અને પત્ની આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર વર્કર તરીકે કામ કરે છે. તેમના 13 વર્ષનો પુત્ર આજે સોમવારે ઘરમાં ટેબલ પર ચઢીને એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના પ્રેક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, બાળક ડીંડોલીના સરકારી શાળામાં ધો. 7માં અભ્યાસ કરતો હતો. જોકે આજે બપોરે તે સ્કુલે આવીને સાયકલ લઇને મિત્ર પાસે નોટબુક લેવા જવાનું કહીને ગયો હતો. જોકે તેના માતાએ તેને અભ્યાસ કરવા માટે ઠપકો આપ્યો હતો. બાદમાં તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. આ મામલે ડીંડોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે. છેલ્લા 10 દિવસના આપઘાતના બનાવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments