મૃગાંક પટેલ/અજીત રાંદેરી
સુરતમાં પણ હવે ચીનના ચોન્ગક્વિન સિટીની જેમ રહેણાંક બિલ્ડિંગમાંથી મેટ્રો ટ્રેન દોડતી દેખાશે. મેટ્રોએ હાલમાં અડાજણના એક્વેરિયમ મેટ્રો સ્ટેશન ખાતે 7 માળના આવાસ બનાવવા ડિઝાઈન બનાવીને પાલિકા સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જો આ પ્રોજેક્ટ સાકાર થશે તો સંભવત દેશનો પહેલો પ્રોજેક્ટ હશે જેમાં રહેણાક બિલ્ડિંગમાંથી મેટ્રો ટ્રેન દોડતી હશે. આ માટે પ્ૅાથમિક ધોરણે બે ડિઝાઈન બનાવવામાં આવી છે. મેટ્રોએ અડાજણ ઉપરાંત પરવટ પાટિયાના કબૂતર સર્કલ મેટ્રો સ્ટેશન પર પણ આ જ ઢબે આવાસ બનાવવા માટેવિચારણા કરી છે. જો કે, તેની ડિઝાઈન હજુ બનાવવાની બાકી છે. આગામી દિવસોમાં આ સ્ટેશન માટે પણ ડિઝાઈન બનાવાશે. પ્રોજેક્ટ પૂરો કરવા મેટ્રોએ પાલિકા સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યું
અડાજણમાં સ્ટાર બજાર ખાતે ઇડબલ્યુએસ આવાસ બનાવવા પાલિકા કમિશનર સમક્ષ મેટ્રોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જો કે, આ પ્રોજેકટમાં લાભાર્થીઓ માટે પાર્કિંગ, કોમન પ્લોટ સહિતની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ માટે પાલિકા પર જ જવાબદારી નાંખવા અને પ્રોજેકટ સાકાર કરવામાં પણ પાલિકાને જ જવાબદારી સોંપવા ચર્ચા થઇ હતી. મેટ્રાનાં કુલ 38 સ્ટેશનો પૈકી કેટલાકને અલગ તારવીને નીચે સ્ટેશન અને ઉપર એર્ફોડેબલ હાઉસિંગ સ્કીમનો પ્રોજેક્ટ બનાવવા વિચારણા શરૂ થઈ છે, જેના ભાગરૂપે અડાજણમાં સ્ટાર બજાર નજીક અને પર્વત પાટિયા ખાતે કબૂતર સર્કલ સ્ટેશનની ઉપર આવાસ બનાવવા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.