back to top
Homeસ્પોર્ટ્સICC રેન્કિંગ: બેટિંગમાં તિલક વર્મા બીજા સ્થાને પહોંચ્યો:સૂર્યા નંબર 4 પર અને...

ICC રેન્કિંગ: બેટિંગમાં તિલક વર્મા બીજા સ્થાને પહોંચ્યો:સૂર્યા નંબર 4 પર અને જયસ્વાલ નંબર 9 પર; બોલરોમાં વરુણ ચક્રવર્તી 30મા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયો

ભારતીય બેટર તિલક વર્મા T-20ના ટોપ-2 બેટર બની ગયા છે. બુધવારે જાહેર કરવામાં આવેલી ICC રેન્કિંગમાં તે બીજા સ્થાને આવી ગયો છે. આટલું જ નહીં, વરુણ ચક્રવર્તીએ 25 સ્થાનની છલાંગ લગાવીને ટોપ-5 બોલર્સમાં સ્થાન મેળવ્યું છે. 22 વર્ષીય તિલક વર્મા હવે માત્ર ટ્રેવિસ હેડથી પાછળ છે. હેડ 855 રેન્કિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે તિલક વર્માના 832 રેન્કિંગ પોઈન્ટ છે. T-20 બોલરોની રેન્કિંગમાં વરુણ ચક્રવર્તીના 679 પોઈન્ટ છે. તે 30મા સ્થાને હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની T-20 શ્રેણીની ત્રીજી મેચમાં 5 વિકેટ ઝડપી હતી. આનો લાભ તેને મળ્યો. આ મેચમાં તિલક વર્માએ 14 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેણે બીજી T-20માં 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. T-20 રેન્કિંગ પર પ્રથમ નજર… તિલક પાસે સૌથી યુવા નંબર-1 બનવાની તક
તિલક વર્મા પાસે વિશ્વનો સૌથી યુવા નંબર-1 T20 બેટર બનવાની તક છે. તેમની ઉંમર 22 વર્ષ 82 દિવસ છે. આ રેકોર્ડ બાબર આઝમના નામે નોંધાયેલો છે. બાબર 23 વર્ષ 105 દિવસની ઉંમરે T20નો નંબર-1 બેટર બન્યો હતો. હકીકતમાં, ભારત-ઇંગ્લેન્ડ T-20 શ્રેણીમાં 2 મેચ બાકી છે. આગામી મેચ 31 જાન્યુઆરીએ પુણેમાં રમાશે. ત્યારબાદ સિરીઝની છેલ્લી મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં તિલક પાસે ટ્રેવિસ હેડને પાછળ છોડવાની તક છે. સૌથી વધુ રેન્કિંગ પોઈન્ટ સાથે ભારતીય બેટર્સની યાદીમાં તિલક (832 રન) ચોથા સ્થાને છે. સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને કેએલ રાહુલે તેમના કરતા વધુ રેન્કિંગ પોઈન્ટ્સ હાંસલ કર્યા છે. અભિષેકને 59 સ્થાનનો ફાયદો થયો, યશસ્વીને નુક્સાન
યુવા ઓપનર અભિષેક શર્માએ બેટિંગ રેન્કિંગમાં 59 પોઈન્ટની છલાંગ લગાવી છે. તે 549 રેટિંગ પોઈન્ટ સાથે 40માં નંબર પર પહોંચી ગયો છે. તે જ સમયે, લિયામ લિવિંગ્સ્ટન 5 સ્થાનના ફાયદા સાથે 32મા સ્થાને અને બેન ડકેટ 28 સ્થાનના ફાયદા સાથે 32મા સ્થાને પહોંચી ગયા છે. અભિષેકે ત્રીજી T-20માં 14 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. તેણે શ્રેણીમાં 212.96ના સ્ટ્રાઈક રેટથી 115 રન બનાવ્યા છે. જ્યારે લિવિંગસ્ટને 56 રન અને ડકેટે 58 રન બનાવ્યા છે. અકીલ હુસૈનને પાછળ છોડીને આદિલ રાશિદ નંબર-1 બોલર બન્યો
ઇંગ્લેન્ડનો સ્પિનર ​​આદિલ રાશિદ (718 રેન્કિંગ પોઈન્ટ) T-20નો નંબર-1 બોલર બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈન (707 રેન્કિંગ પોઈન્ટ)ને પાછળ છોડી દીધો. આદિલને એક સ્થાનનો ફાયદો થયો હતો. ત્રીજી T-20માં તેણે 4 ઓવરના ક્વોટામાં 15 રન આપીને એક વિકેટ લીધી હતી. ભારતીય બોલરોમાં વરુણ ચક્રવર્તી ઉપરાંત અક્ષર પટેલ 645 પોઈન્ટ સાથે 11મા સ્થાને પહોંચી ગયો છે. તેને 5 સ્થાનનો ફાયદો થયો છે. ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં કોઈ ફેરફાર નહીં, પંડ્યા ટોપ પર
T-20 ઓલરાઉન્ડરોની ટોપ-10 રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. હાર્દિક પંડ્યા 255 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 પર યથાવત છે. ટોપ-10માં સામેલ તે એકમાત્ર ભારતીય ઓલરાઉન્ડર છે. ગયા અઠવાડિયના ટેસ્ટ રેન્કિંગમાં બહુ ફેરફાર થયો નથી બુમરાહ બોલિંગમાં ટોપ પર યથાવત
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોમાં વેસ્ટ ઈન્ડિઝનો જોમેલ વોરિકન 24માં સ્થાને પહોંચી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો જો રૂટ ટોપ પર યથાવત છે. જ્યારે સ્ટીવ સ્મિથ (746 પોઈન્ટ) એક સ્થાનના ફાયદા સાથે આઠમા સ્થાને છે. રિષભ પંત 739 પોઈન્ટ સાથે નંબર-9 પર છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને 2 સ્થાનનો ફાયદો થયો છે. તે 15મા સ્થાને છે. ODI બેટિંગ રેન્કિંગમાં કોઈ ફેરફાર નથી બેટિંગમાં કોઈ ફેરફાર નહીં, થિક્સાના ત્રીજા નંબરે આવ્યો
ODI બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. આ દરમિયાન બોલિંગમાં શ્રીલંકાના સ્પિનર ​​મહિષ થિક્સાના (663 પોઈન્ટ) 4 સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનના શાહીન આફ્રિદી, સાઉથ આફ્રિકાના કેશવ મહારાજ અને ભારતના જસપ્રીત બુમરાહને એક-એક પોઈન્ટનું નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી ટોપ-10 બોલરોમાં સામેલ થઈ ગયો છે. આ ફોર્મેટના ટોપ-10 ઓલરાઉન્ડરોમાં પણ કોઈ ફેરફાર થયો નથી. રવીન્દ્ર જાડેજા એક સ્થાન આગળ વધીને 11મા સ્થાને પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments