back to top
HomeગુજરાતSNK સ્કૂલ પર NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી:ધોરણ-6ની વિદ્યાર્થિનીના આક્ષેપો બાદ વિરોધ પ્રદર્શન કરતા...

SNK સ્કૂલ પર NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી:ધોરણ-6ની વિદ્યાર્થિનીના આક્ષેપો બાદ વિરોધ પ્રદર્શન કરતા અટકાયત, છાત્રાને ન્યાય આપવાની માગ કરી

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કુલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે છેલ્લા 2 દિવસથી ABVPના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા અત્યારે આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. જોકે અડધો કલાકમાં પોલીસ આવી પહોંચી હતી અને કાર્યકર્તાઓની ટિંગાટોળી કરતા SNK સ્કૂલ હાય હાય અને કિરણ પટેલ હાય હાયના નારા લાગ્યા હતા. ધોરણ 6ની વિદ્યાર્થિનીના આક્ષેપો બાદ ન્યાયની માગ
SNK સ્કૂલની ધોરણ 6 ની વિદ્યાર્થિનીની પજવણી મામલે આજે ગુજરાત પ્રદેશ એન એસ યુ આઈ ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની આગેવાની માં કાર્યકર્તાઓ સૂત્રોચાર સાથે સ્કૂલ કેમ્પસમાં આવી પહોંચ્યા હતા અને ધરણા કર્યા હતા આ દરમિયાન વિદ્યાર્થીને ન્યાયની માંગ કરવામાં આવી હતી આ સાથે જ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે નામાંકિત એસએનકે સ્કૂલમાં વારંવાર વિવાદો થતા રહે છે ત્યારે હવે એક વિદ્યાર્થિનીના રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ફરિયાદ થવી જોઈએ અન્યથા અમે પોલીસ કમિશનરનો ઘેરાવ કરતા પણ અચકાશુ નહીં. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવે છે તે પણ બંધ થવો જોઈએ જેથી અમે એલાન કરીએ છીએ કે, હવે પછી માત્ર SNK કે નહીં પરંતુ રાજકોટની એક પણ સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવશે તો એન એસ યુ આઈ હલ્લાબોલ કરશે. જોકે વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને એક પછી એક કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જે દરમિયાન એક કાર્યકર્તાનો શર્ટ પણ ફાટી ગયો હતો. જેને કારણે પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું જોકે બાદમાં પોલીસે 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ABVP બાદ NSUIનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિનીના રેગિંગ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ છેલ્લા 3 દિવસથી વિરોધ કરી રહ્યા છે. જેમાં બે વખત શાળા ખાતે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તે દરમિયાન એક વખત પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી તો ગઈકાલે સાંજે થયેલી રજૂઆત વખતે બે કાર્યકર્તાઓ કાચ વાગવાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ગઈકાલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર પણ ટીમ સાથે SNK સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને આક્ષેપ કરતી વિદ્યાર્થીની, વાલી સહિતના નિવેદનો લીધા હતા. આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે યુનિ. રોડ પર આવેલ એસએનકે સ્કુલમાં અભ્યાસ કરતી ધો.6 ની વિદ્યાર્થીનિઓ સ્કુલ બસમાં પોતાના ઘેરથી શાળા પર આવતી હતી તે દરમિયાન બસમાં છેલ્લા 2 માસથી ધો.11ના કેટલાક વિદ્યાર્થીઓ પજવણી કરતા હતા. આ સિલસિલો છેલ્લા લાંબા સમયથી ચાલતો હોવાનુ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતુ. જેમાં તે એમ પણ કહે છે કે અમે બસમાં ચડીએ ત્યારે સિનિયર વિદ્યાર્થીઓ બસમાં પગ વચ્ચે નાખી છેડતી કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments