back to top
Homeગુજરાતઅમદાવાદમાં કિન્નરોની દાદાગીરી, CCTV:જુના વાડજમાં 10 કિન્નરોનો ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલાનો...

અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી, CCTV:જુના વાડજમાં 10 કિન્નરોનો ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલાનો પ્રયાસ, હથોડી અને દંડાથી મોપેડ-કાર સહિત બારીના કાચમાં તોડફોડ

અમદાવાદ શહેરના જુના વાડજમાં બુધવારે બપોરના સમયે 10 જેટલા કિન્નરોએ હથોડી અને લાકડી જેવા હથિયાર સાથે એક ઘરમાં ઘૂસી પરિવાર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત કાર તેમજ મકાનમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો. જેના કારણે અસપાસના લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતી અને તેના પરિવાર પર હુમલાનો પ્રયાસ
શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતી શિવાની વ્યાસ નામની યુવતીએ વાજડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું હતું કે, બુધવારે બપોરના સમયે તે તેમની માતા અને પરિવાર હાજર હતો. ત્યારે તેમના બંગ્લામાં કામીની દે, જીયા દે, કરીના દે, સોનમ દે સહિત 10 કિન્નર હથોડી અને પાઈપ સાથે ઘૂસી આવ્યા હતા. તેમણે શિવાની અને તેના પરિવારના સભ્યો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કર્યો
જીવ બચાવવા માટે તમામ લોકો નાસીને એક રૂમમાં છુપાઈ ગયા હતા. આ સમયે તમામ કિન્નરોએ તેમના ઘરમાં ઘૂસીને ડાઈનિંગ ટેબલ, બારીના કાચ, ઇલેક્ટ્રીક આઇટમ તેમજ બહાર પાર્ક કરેલી કાર અને ટુવ્હીલરમાં તોડફોડ કરી હતી. સાથે સાથે ધમકી આપી હતી કે, હવે મારી નાખીને જઈશું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ તેમજ ફરિયાદીના નિવેદનને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments