ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની બેટિંગની ટીકા કરી છે. 50 વર્ષીય ઇંગ્લિશ કોમેન્ટેટર ક્રિકબઝ પર કહ્યું- ‘તમે દરેક બોલને બાઉન્ડરી પર મોકલી શકતા નથી અને આ યુગના કેટલાક ખેલાડીઓમાં એટલી કુશળતા અને પ્રતિભા છે કે તેઓ વિચારે છે કે તેઓ તે કરી શકે છે. પરંતુ આ શક્ય નથી.’ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20માં સૂર્યકુમાર યાદવ 7 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. પ્રથમ ત્રણ મેચમાં તે 8.66ની એવરેજથી માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. માઈકલ વોનની આખી વાત… છેલ્લા કેટલાક સમયથી એવું થઈ રહ્યું છે કે તેઓ સોફ્ટ ડિસ્મિસલ પર આઉટ થઈ રહ્યા છે. જ્યારે તમે કહો છો કે હંમેશા આક્રમક રહો, તો તેનો અર્થ એ છે કે સાચા બોલ પર આક્રમક બનવું. તમે દરેક બોલને બાઉન્ડરી પર મોકલી શકતા નથી. આ યુગમાં કેટલાક ખેલાડીઓ પાસે એટલી કુશળતા અને પ્રતિભા છે કે તેઓ વિચારે છે કે તેઓ તે કરી શકે છે, પરંતુ તે શક્ય નથી. તેણે વધુમાં કહ્યું- SKY (સૂર્યકુમાર યાદવ)ને કહેવું પડશે, ‘ઠીક છે, તારી જાતને સેટ કરવા માટે લગભગ 15 બોલની જરૂર છે. અંદર જવું પડશે અને ફિલ્ડ પ્લેસમેન્ટને જોવું પડશે. તેની પાસે બાઉન્ડરી હિટિંગ મોડમાં જવાની અને આક્રમક ક્રિકેટ રમવાની રમત છે, જે આપણે જાણીએ છીએ કે તે કરી શકે છે. ઇંગ્લેન્ડે ત્રીજી મેચ 26 રને જીતી લીધી હતી
ઇંગ્લેન્ડે T-20 શ્રેણીની ત્રીજી મેચ 26 રને જીતી લીધી છે. 29 જાન્યુઆરી, મંગળવારે રાજકોટમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ તરફથી 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ભારતીય બેટર્સ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શક્યા હતા. આ મેચમાં 5 વિકેટ લેનાર વરુણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ઇંગ્લિશ ટીમ 1-2થી પાછળ છે
ઇંગ્લેન્ડની ટીમ 5 મેચની ટી20 શ્રેણીમાં 1-2થી પાછળ છે. ચોથી મેચ 31 જાન્યુઆરીએ પુણેમાં રમાશે. ભારતે પ્રથમ T20 7 વિકેટે અને બીજી T20 7 વિકેટે જીતી હતી.