પ્રયાગરાજ મહાકુંભનો આજે 18મો દિવસ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 27.50 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યા (29 જાન્યુઆરી)ના રોજ લગભગ આઠ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. સરકારે 2019માં કુંભમાં તહેનાત અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે, જેથી વ્યવસ્થામાં વધુ સુધારો કરી શકાય. મૌની અમાવસ્યાના દિવસે મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 30થી 40ના મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ દરમિયાન 60 લોકો ઘાયલ થયા છે. આજે મહાકુંભમાં ભીડ ઓછી છે. આ ઉપરાંત બુધવારે સવારે પણ મહાકુંભમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે આ ઘટના મોડી રાત્રે પ્રકાશમાં આવી હતી. ખરેખરમાં જૂના જીટી રોડથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા. આ દરમિયાન મહામંડલેશ્વરનું એક ગાડી મુક્તિ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન 2-3 મહિલાઓ પડી ગઈ હતી. મહિલાઓને કચડીને ગાડી પસાર થઈ હતી. આ પછી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક બાળકી પણ સામેલ છે. CO રુદ્ર પ્રતાપે કહ્યું- આ ઘટના બુધવારે સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે બની હતી. જ્યારે ગાડી રિવર્સ કરતા પાંચ લોકો ઘાયલ થયા હતા. તેને સારવાર માટે સ્વરૂપરાણી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. મહાકુંભ સંબંધિત અપડેટ્સ માટે, નીચેના બ્લોગ પર જાઓ…