પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડાથી ગયેલા શ્રદ્ધાળુઓએ એક વિડિયો સંદેશ શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે મહાકુંભની સ્થિતિનું વર્ણન કર્યું છે, જ્યાં શાહી સ્નાન બાદ થયેલી ધક્કામુક્કીમાં તેમની આંખો સામે 15 લોકો દબાઈ ગયા હતા. લુણાવાડાથી ગયેલા 6 શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે પ્રયાગરાજ પહોંચ્યા બાદ હોટલની અછતને કારણે તેમને વાહનમાં જ રાત્રિ વિતાવવી પડી હતી. શાહી સ્નાન દરમિયાન કોઈ મુશ્કેલી ન પડી, પરંતુ સ્નાન બાદ બહાર નીકળતી વખતે થયેલી ધક્કામુક્કીમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ શ્રદ્ધાળુઓએ પરત ફરતી વખતે ગંગા નદીના બ્રિજ પર 4 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું જણાવ્યું છે. તેમણે ગુજરાતથી આવનારા યાત્રિકોને નાના બાળકો અને વૃદ્ધોને ન લાવવા તેમજ પૂરતી ખાદ્ય સામગ્રી અને જરૂરી વસ્તુઓ સાથે રાખવાની સલાહ આપી છે.વિડિયોમાં મહાકુંભની અવ્યવસ્થા, ભારે ભીડ અને ટ્રાફિક જામના દૃશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે.