back to top
Homeગુજરાતબાંગ્લાદેશી વિદ્યાર્થિનીનો મૃતદેહ તેના વતન મોકલાયો:વડોદરાની SSG હોસ્પિટલમાં વિદ્યાર્થિનીને સાથી મિત્રોએ આપી...

બાંગ્લાદેશી વિદ્યાર્થિનીનો મૃતદેહ તેના વતન મોકલાયો:વડોદરાની SSG હોસ્પિટલમાં વિદ્યાર્થિનીને સાથી મિત્રોએ આપી અંતિમ વિદાય, તમામની આંખો છલકાઈ; સહેલીઓ આશું લૂછતી જોવા મળી

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને MS યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થિની મોહોના મોન્ડાલે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આજે (30 જાન્યુઆરી) વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થિનીના મૃતદેહને મુંબઈ ખાતે લઈ જવાયો છે. જ્યાંથી ફ્લાઈટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાશે. વિદ્યાર્થિનીને અંતિમ વિદાય સમયે તમામની આંખો છલકાઈ
આજે સાંજે મુંબઈથી એમ્બ્યુલન્સ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી. જ્યાં તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ, વાઈસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સંગઠનોએ વિદ્યાર્થિની મોહોનાને પુષ્પાંજલિ અર્પી હતી. આ સમયે સૌ કોઈની આંખમાં આંસુ હતા. મૃતક વિદ્યાર્થિનીની બાંગ્લાદેશી સહેલીઓ એકબીજાના આંસુ લૂછતી જોવા મળી હતી. આ સમયે સયાજી હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા. એમ્બ્યુલન્સમાં બરફ વચ્ચે મૃતદેહને મુકવામાં આવ્યો હતો. રાત્રે 10 વાગ્યે મૃતદેહને મુંબઈ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાંથી ફ્લાઈટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાશે. ‘વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને મુંબઈ મોકલાયો’
MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ધનેશ પટેલે જણાવ્યું હતું કે, MS યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું દુઃખદ અવસાન થયું છે. જેનું અમને ખૂબ જ દુઃખ છે. અમે વિદ્યાર્થિનીના મૃતદેહને બાંગ્લાદેશ મોકલી રહ્યા છીએ. ડેપ્યુટી હાઈ કમિશન ઓફ બાંગ્લાદેશ ઈન ઇન્ડિયા, ડેપ્યુટી હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ઇન બાંગ્લાદેશ અને ICCRના સંપર્કથી અમે આ વ્યવસ્થા કરી છે. આજે વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને મુંબઈ મોકલવામાં આવ્યો છે અને મુંબઈથી ફ્લાઈટમાં મૃતદેહ શ્રીલંકાના કોલંબો ખાતે પહોંચશે અને ત્યાંથી બાંગ્લાદેશના ઢાંકા ખાતે લઈ જવાશે. ‘અમારી સાથે મોહોના હતી એ સમયે ખૂબ ખુશ જણાતી હતી’
વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટુડન્ટ એન્ડ યુથના ઇન્ટરનેશનલ સેક્રેટરી કુશલ બોથમીયાએ જણાવ્યું હતું કે, આજે અહીં ખૂબ જ દુઃખનો માહોલ છે. ઉત્તરાયણના દિવસે અમે બધા સાથે હતા. આ સમયે અમારી સાથે મોહોના પણ હતી. એ સમયે એક ખૂબ ખુશ જણાતી હતી અને બધા સાથે હસી મળીને વાત કરતી હતી. પરંતુ તેને અચાનક આ પગલું ભરી લેતા તેની સાથે અભ્યાસ કરતા અને યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. મોહોના ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી
બાંગ્લાદેશની રહેવાસી 20 વર્ષીય મોહોના મોન્ડોલ સપ્ટેમ્બર 2024માં વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને તે ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં દસ-બાર દિવસ તે હોસ્ટેલમાં રહી હતી અને ત્યાર બાદ રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા 408 નંબરના મકાનમાં રહેતી હતી. તે આ મકાનમાં એકલી રહેતી હતી. મોહોના પરીક્ષા આપવા પહોંચી નહોતી
આ દરમિયાન 28 જાન્યુઆરી મંગળવારે તેની ફાર્મસીની પરીક્ષા હતી. સવારે 11 વાગ્યે તેનું પહેલું પેપર શરૂ થયું હતું. પરંતુ તે પરીક્ષા આપવા પહોંચી ન હતી. તેની ક્લાસમેટ બાંગ્લાદેશી યુવતી પરીક્ષા આપવા પહોંચી હતી અને તેની સાથે તે મોહોનાનો એડમિટ લેટર પણ ઝેરોક્ષ કરાવીને લઈ ગઈ હતી. પરંતુ મોહોના પરીક્ષા આપવા આવી નહોતી. જેથી તેની સહેલી ચિંતિત થઈ ગઈ હતી. બપોરે 2 વાગ્યે પરીક્ષા પૂરી થતાં તેને મોહોનાની અન્ય સહેલીને ફોન કર્યો હતો અને મોહોના પરીક્ષા આપવા માટે આવી ન હોવાની જાણકારી હતી. મોહોના પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી
આ દરમિયાન બાંગ્લાદેશમાં રહેતા મોહોનાના માતા-પિતાએ મોહોનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો સંપર્ક થઈ રહ્યો હતો. જેથી માતા પિતાએ મોહોનાની સહેલીઓનો સંપર્ક કર્યો હતો. જેથી એક સહેલી તેના કેટલાક મિત્રોને લઈને રાત્રે 10:15 વાગ્યે મોહોનાના નર્મદા એપાર્ટમેન્ટ નિવાસસ્થાન પર પહોંચી હતી. આ સમયે ઘરને લોક મારેલું હતો. જેથી દરવાજો તોડીને તેના મિત્રો ઘરમાં ગયા હતા. જ્યાં મોહોના પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી. જેથી મિત્રોએ બૂમા બૂમ કરી મૂકી હતી અને તેઓ હેબતાઈ હતા અને તેઓએ તુરંત જ રાવપુરા પોલીસને જાણ કરી હતી અને રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી હતી
આ દરમિયાન પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું જાણું છું કે હું શું કરું છું, પરંતુ મારે આ કરવું છે આના માટે મને કોઈએ ઉકસાવી નથી. ઘટનાની જાણ થતા ICCRના ડાયરેક્ટર સુભાષ સિંગ અને એમએસ યુનિવર્સિટી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. ‘હું ખૂબ જ પ્રેશર અનુભવ છું’
મૃતક મોહોનાની સહેલીએ જણાવ્યું હતું કે, મોહોના ધોરણ 12 સાયન્સમાં 90 ટકા સાથે પાસ થઈ હતી અને સપ્ટેમ્બર મહિનામાં જ વધુ અભ્યાસ માટે બાંગ્લાદેશથી વડોદરા આવી હતી અને તે ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. મંગળવારથી જ તેની પરીક્ષા શરૂ થઈ હતી. આ પહેલાં તે મને મળી હતી અને જે માટે ડિપ્રેશનમાં લાગતી હતી. તેણે મને કહ્યું હતું કે, મને અહીં ભણવામાં સમજણ પડતી નથી અને હું ખૂબ જ પ્રેશર અનુભવ છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments