back to top
Homeગુજરાતભાસ્કર એક્સક્લુઝિવ:ફ્લાઇટમાં તૂટેલી ચેરમાં બેસી BCCI પ્રોડક્શન ટીમના 70 લોકોનો પ્રવાસ

ભાસ્કર એક્સક્લુઝિવ:ફ્લાઇટમાં તૂટેલી ચેરમાં બેસી BCCI પ્રોડક્શન ટીમના 70 લોકોનો પ્રવાસ

એસ.ટી.ને પણ સારી કહેવડાવે તેવી હાલત લાૅ કોસ્ટ એરલાઈનોની છે. ખાસ કરીને એરલાઇનો તગડું ભાડું વસૂલતી હોવા છતાં તેમની સર્વિસ દિનપ્રતિદિન કથળતી જાય છે, બીસીસીઆઈ પ્રોડક્શન ટીમ માટે એક ખાનગી ટ્રાવેલ કંપનીએ સ્પાઈસજેટનું 180 સીટરનું બોઈંગ 737 સીરિઝનું ચાર્ટર્ડ વિમાન બુક કર્યું હતું જે બદલ એરલાઇનને એક દિવસનું રૂ. 30 લાખથી વધુ ભાડું ચૂકવાયું હતું. આ વિમાન બુધવારે મુંબઈથી ખાલી રાજકોટ એરપોર્ટ પર સવારે 9.57 વાગે આવ્યું હતું. બીસીસીઆઈની 70 લોકોની પ્રોડક્શનની ટીમ અને બંને ટીમના ખેલાડીઓના લગેજ લઈને રાજકોટથી પૂણે માટે સવારે 11.48 વાગે ટેકઓફ થયું હતું. ટીમ વિમાનમાં બેસી ત્યારે જ ઇટની એક-રોની હાલત એકદમ ખરાબ અને સીટ રીતસર તૂટેલી હાલતમાં જોઈને તેઓ ચોંકી ઊઠ્યા હતા. જોકે મહત્ત્વનું એ છે કે એરલાઈને ફ્લાઇટ ચેક કર્યા વિના સીધી રવાના કરી દેતા એન્જિનિયરિંગ અને રેમ્પ, ટીમની ગંભીર બેદરકારી સામે આવી છે. દરમિયાન બીસીસીઆઇએ તૂટેલી સીટોના ફોટા ચાર્ટર્ડ બુક કરનાર ટ્રાવેલ એજન્સીને ફરિયાદ કરતા એજન્સીએ એરલાઇનને મૌખિક જાણ કરવા છતાં કોઇ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહીં. હેન્ડલ તૂટેલાં, ટોઇલેટમાં પાણી પણ નહોતું
થોડા દિવસ પહેલાં ઝારસુગુડાથી ઉદયપુર ફરવા માટે સ્પાઇસજેટનું 180 સીટરનું ચાર્ટર્ડ બુક કરાયું હતું. ફ્લાઇટમાં ટોઈલેટમાં પાણી ન હતું, હેન્ડલ પણ તૂટેલા હોવાની ફરિયાદો થઈ હતી. માર્કેટમાં મોટા એરક્રાફ્ટની અછત
એર ઇન્ડિયા, ઇન્ડિગો કે અકાશા એરલાઈન્સનાં મોટા ભાગનાં વિમાનો કોમર્શિયલમાં જ ઉપયોગ થાય છે અને તેમની પાસે હાલ વધારાના એરક્રાફટ ઉપલબ્ધ હોતાં નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments