back to top
Homeગુજરાતભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:65 લાખ ખર્ચી સેંકડો USમાં ગેરકાયદે ઘૂસ્યા, હકાલપટ્ટીના ડરે નોકરીએ...

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:65 લાખ ખર્ચી સેંકડો USમાં ગેરકાયદે ઘૂસ્યા, હકાલપટ્ટીના ડરે નોકરીએ જવાનું પણ ટાળે છે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ડિપોર્ટેશન ઝુંબેશ શરૂ કરતાં 7.5 લાખ ભારતીયનું ભવિષ્ય જોખમાયું છે. કેટલાક લોકો સલામત રાજ્યોમાં ખસી ગયા છે તો સેંકડો એવા છે જે સરકારની નજરથી બચવા અંતરિયાળ ગામોમાં ભાગી ગયા છે. શિકાગોમાં સ્થાયી થયેલા અને એક ગુજરાતીની મોટેલમાં કામ કરતાં ગેરકાયદે વસાહતીએ નામ નહીં આપવાની શરતે કહ્યું, 4 વર્ષ અગાઉ તે કેનેડાની સરહદેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યો હતો. સંબંધીની મોટેલમાં કામ મળી ગયું. પણ અત્યારે બદલાયેલી સ્થિતિ જોતાં એમ લાગે છે કે કેનેડામાં રોકાયો હોત તો સારું હતું. ટ્રમ્પની કાર્યશૈલીથી ગેરકાયદે વસેલા લોકોમાં ફફડાટ છે. ચરોતર વિસ્તારના લગભગ 4 હજારથી વધુ લોકો આ રીતે અમેરિકામાં ઘૂસ્યા છે. મોટાભાગના લોકો ચેકિંગના ભયે સાવ નાના વિસ્તારોમાં આશરો લઈ રહ્યા છે. સમાજના એક અગ્રણી આર પટેલના જણાવ્યા મુજબ ગેરકાયદે આવેલા સેંકડો લોકો છેલ્લા 1 મહિનાથી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરોમાં પણ બહાર નીકળવું પડે તો અંતરિયાળ રસ્તાઓ પરથી જાય છે. ન્યૂજર્સી અને કેલિફોર્નિયામાં યુવક-યુવતીઓ મોટેલો અને સ્ટોરમાં ચોરી છૂપીથી કામ કરે છે. મોટેભાગે રાત્રે નોકરીએ જવાનું પસંદ કરે છે. સંખ્યાબંધ લોકો એવા છે જે એજન્ટને 60-65 લાખ રૂપિયા આપી અમેરિકામાં ઘૂસ્યા હતા. ગેરકાયદે ગયેલા લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે
મૂળ નવસારીના અને વર્ષો પહેલાં ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા ભારતીયએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ન્યૂજર્સીમાં હજારો ભારતીયો વસેલા છે પણ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ગેરકાયદે વસવાટ કરનારાની મુશ્કેલી વધી છે. માત્ર ગુજરાતી કે ભારતીય જ નહીં પરંતુ તમામ રાષ્ટ્રોના ગેરકાયદે વસાહતીઓમાં એક પ્રકારની ચિંતા છે. અમેરિકાની સરકારને એવું લાગે છે અન્ય દેશોમાંથી આવેલા લોકોને કારણે સ્થાનિકોની રોજગારી છીનવાય છે. અહીંના મૂળ રહેવાસીઓ એટલે કે અમેરિકન બધા જ કામો કરવા ટેવાયેલા નથી. એટલે જો અન્ય દેશોના લોકો અહીંથી પાછા ધકેલવામાં આવે તો સ્થાનિકો માટે પણ મુશ્કેલી થઈ શકે છે. લોકોને રસ્તામાં રોકી ચેકિંગ થઈ રહ્યું હોવાથી વધુ ફફડાટ
ન્યૂજર્સીમાં રહેતા મૂળ બારડોલીના એનઆરઆઈના જણાવ્યા મુજબ આઇ.ઇ.સી. ટીમ સતત તપાસ કરી રહી છે. રસ્તામાં રોકીને ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે જ્યોર્જિયા રહેતા એન.આર.આઇ.ના જણાવ્યા મુજબ ગેરકાયદે રહેતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ડ્રાઈવિંગ કરવાનું ટાળી રહ્યા છે. કારણ કોઈ પણ ફોલ્ટમાં આવ્યા તો, પકડાઈ શકે. માટે જાહેરમાં ફરવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments