સુરત જિલ્લાના પલસાણાના બારસડી ગામમાં 28 જાન્યુઆરીએ ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. બન્ને ફેસબુકથી એકબીજા નજીક આવ્યાં હતાં, જોકે કોઈ કારણસર યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમી જેમ વડોદરાથી પલસાણાના યુવતીના ગામ ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો. જ્યાં ઉશ્કેરાયેલા યુવકે પોલીસકર્મીને માથામાં તલવાર મારી હાજર પોલીસકર્મી લોહીલુહાણ કરી દીધો હતો. આખરે પીઆઇ વી. એલ. ગાગિયાની સૂઝબૂઝથી યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથક લઇ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, બીજા દિવસે પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તેણે ગ્રામજનો અને પોલીસની જાહેરમાં માફી માગી હતી. તેણે જણાવ્યું હતું કે, મારી ભુલ થઈ કે મેં પોલીસ પર હાથ ઉપાડ્યો, મને માફ કરી દો. તેણે વધુમાં કહ્યું કે, બધાના ચાંળા કરજો પણ પોલીસના નહિ. શુ હતો સમગ્ર મામલો?
સુરત જિલ્લાના પલસાણાના બારાસડી ગામમાં એક પ્રેમ પ્રકરણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોણેશિયા ગામનો યુવક નિમેશ મેઘવાડે બારાસડી ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ સંબંધ બાંધ્યો હતો. યુવતીના પરિવારજનોએ મળવાની ના પાડતા મંગળવારે તે ધારદાર તલવાર સાથે ગામમાં પહોંચ્યો હતો. સ્થળ પર પહોંચેલા પોલીસ કર્મચારીઓએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ તો યુવકે તલવાર નીચે મૂકી દીધી હતી, પરંતુ જ્યારે હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ તલવાર લેવા ગયા ત્યારે યુવકે અચાનક તલવાર ઉઠાવી તેમના માથામાં ઘાતક વાર કર્યો હતો. બીજો વાર કરવાનો પ્રયાસ કરતા નિકેત ખસી જતાં બચી ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી નિમેશની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો હતો. વધુમાં, યુવતીના પિતાની ફરિયાદના આધારે જાનથી મારી નાખવાની ધમકી અને લોકોમાં ભય ફેલાવવા અંગેનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજા દિવસે પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તેણે ગ્રામજનોની માફી માગી હતી. પ્રેમમાં પાગલ યુવક તલવાર લઈને યુવતીના ગામમાં પહોંચ્યો
યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઇને સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોએ આ ઘટના જોઈને પલસાણા પોલીસને જાણ કરી હતી. મળેલી ફરિયાદને લઇને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી દીધી હતી. એને લઇને હાજર પોલીસકર્મી લોહીલુહાણ થઈ જતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો
આ માથા ફરેલા યુવકના આંતકને લઇને પલસાણા પોલીસ મથકના પીઆઈ વી. એલ. ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક ન સમજતાં આખરે રિવોલ્વર કાઢી હતી છતાં યુવક ટસનો મસ ન થયો હતો પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો. પોલીસે હાથમાં રિવોલ્વર અને પથ્થર રાખી યુવકને કાબૂમાં કર્યો
એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઇ વી. એલ ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલાં પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસે યુવકને ઝડપી લેતાં લોકોને રાહત થઈ
ગામમાં હાજર લોકોએ પ્રેમમાં પાગલ થઇ ગયેલા યુવકની ભવાઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ થઈ કરી લીધી હતી. હાલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દોઢ કલાક જેટલા લાંબા સમય ગાળા બાદ યુવક પોલીસ પકડમાં આવતાં હાજર સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી
પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે પસલાણા પોલીસની હદમાં 24 વર્ષના નીલ નામના યુવકને ગામની યુવતી સાથે મિત્રતામાં વાતચીત થતી હતી. આ બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવતીએ વાત બંધ કરતાં યુવકે ગુસ્સામાં આવી તલવાર લઈને યુવતીને અને તેનાં માતા- પિતાને હેરાન કરવાની કોશિશ કરતાં ગણતરીની મિનિટમાં પલસાણા પોલીસ પહોંચી અને કોઈ બનાવ ન બને એ માટે યુવકને સમજાવવા અને અટકાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા. આરોપીએ પોલીસ હેડ કોસ્ટેબલને માર માર્યો હતો.