back to top
Homeગુજરાતવડોદરા RTOમાં બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ:જીસ્વાન નેટ કનેક્ટિવિટી ખોરવાતાં અરજદારોને...

વડોદરા RTOમાં બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ:જીસ્વાન નેટ કનેક્ટિવિટી ખોરવાતાં અરજદારોને ધક્કો થતાં રોષ; 230થી વધુ અપોઇન્મેટ રિ-શિડ્યુલ કરાઈ

વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે ગતરોજ (29 જાન્યુઆરી) બપોર બાદ જીસ્વાન નેટ કનેક્ટિવિટી ખોરવાતાં ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી. આ સર્વર એરર હોવાનુ હાલમાં જણાવવામાં આવી રહ્યુ છે. જીસ્વાન કનેક્ટિવિટી ગત બપોર બાદ ખોરવાતાં કાલની અને આજની અંદાજીત 230થી વઘુ અપોઇમેન્ટ રિ-શિડ્યુલ કરવામાં આવી છે. કેટલાક અરજદારો મેસેજ ન જોતા તેઓને આરટીઓ કચેરીનો ધરમ ધક્કો થયો હતો. આજની 180 જેટલી એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા ગત બપોર બાદ લાયસન્સની ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસ બંધ થયો હતો. જે આજે પણ સર્વર ડાઉન રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. હાલમાં વડોદરા આરટીઓમાં ટેસ્ટમાં ટુ-વ્હીલર માટે 270 અને ફોરવીલર માટે 180 સ્લોટ બુક થતા હોય છે, જેની સામે ગતરોજ અંદાજિત 50 અને આજે 180 જેટલી એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરવામાં આવી છે. અરજદારો મેસેજ લેટ મળ્યાં
વડોદરા આરટીઓ વિભાગ સહિત રાજ્યમાં મોટાભાગના આરટીઓ ટેસ્ટ પર સર્વર ડાઉન હોવાના કારણે હાલમાં અરજદારો ટેસ્ટ ડ્રાઈવ આપી શક્યા નથી. જ્યારે આવા કિસ્સાઓમાં આરટીઓ વિભાગ દ્વારા મેસેજ અને કોલ દ્વારા અરજદારોને એડવાન્સમાં જાણ કરવામાં આવે છે. પરંતુ કેટલાક અરજદારો મેસેજ લેટ જોવાના કારણે આરટીઓ કચેરી ખાતે પહોંચી જાય છે. આજે પણ આરટીઓ કચેરીનો ટેસ્ટ ટ્રક સૂમસામ જોવા મળ્યો હતો. ગત બપોરથી સર્વર ડાઉન
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અપાયેલી માહિતી અનુસાર, હાલમાં જીસ્વાન અને સારથી પોર્ટલ કનેક્ટિવિટી પ્રોબ્લેમના કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે. ગત બપોર બાદ અને આજે સવારથી સર્વર ડાઉન હોવાના કારણે તમામ અરજદારોને મેસેજ અને કોલ દ્વારા જાણ કરવમાં આવી છે. સાથે જ તેઓની અપોઈન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરવામાં આવી છે. સર્વર કનેક્ટિવિટી શરૂ થતાં જ અરજદારોને જાણ કરવામાં આવશે. અમારે કેટલા દિવસ સુધી ધક્કા ખાવાના?: વિરેન દોબડીયા
આ અંગે ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા વિરેન દોબડીયાએ જણાવ્યું હતું કે, હું મારા પુત્રને લઈને અહીંયા આવ્યો છું. ગઈકાલે અમે આવ્યા ત્યારે પણ સર્વર બંધ હતું અને આજે આવ્યા ત્યારે પણ સર્વર બંધ છે. અમે અહીંયા વાત કરી તો તેઓએ આરટીઓ અધિકારીને મળવાની વાત કરી છે. અમે 9:30 વાગ્યાના અહીંયા ઊભા છે, કોઈ અમને મળતું નથી. અમારે કેટલા દિવસ સુધી ધક્કા ખાવાના? અમારી ડિમાન્ડ છે કે, સર્વર કોઈપણ રીતે શરૂ કરવામાં આવે. પોલીસ પકડે તો કોણ જવાબદાર રહેશે?: રાજેન્દ્ર પટેલ
અન્ય એક અરજદાર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હું નોકરી કરું છું. આજે મેં રજા લીધી છે. આજની અપોઈન્ટમેન્ટ લઈ મેં રજા મૂકી દીધી છે. મને હવે મેસેજ મળે છે કે સર્વર ઇસ્યુ છે, પરંતુ મારી રજા નું શું? સર્વર 15 દિવસ બંધ રહેશે તો પોલીસ પકડશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? બે દિવસથી ધક્કા થઈ રહ્યા છેઃ નાનકભાઈ
ટેસ્ટ ડ્રાઈવ આપવા આવેલા અન્ય એક અરજદાર નાનકભાઈએ કહ્યું કે, હું ગઈકાલે સાંજે ટેસ્ટ આપવા માટે આપ્યો હતો. ત્યારે પણ સર્વર ડાઉન હતું. હું 6:30 વાગ્યા સુધી અહીંયા બેસીને ગયો હતો અને અત્યારે પણ અહીંયા ટેસ્ટ માટે આવ્યો છું, પરંતુ સર્વર બંધ છે. ગઈકાલે સર્વર બંધ થયું ત્યારે કોઈ મેસેજ નહોંતો. અત્યારે અમને રિ-શિડ્યુલ છે તે પ્રમાણેનો મેસેજ આવ્યો છે. અમે અહીંયા પહોંચ્યા છે અને ધક્કો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments