back to top
Homeબિઝનેસસેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુની તેજી:તે 76,800 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં...

સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુની તેજી:તે 76,800 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો; એનર્જી અને FMCG શેર્સમાં વધારો

આજે એટલે કે 30 જાન્યુઆરીએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 76,800 પર કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો છે, તે 23,300ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે એનર્જી અને એફએમસીજી શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈમાં 0.21%ની તેજી ડો.અગ્રવાલની હેલ્થ કેરનો IPO આજથી ખુલશે
ડૉ. અગ્રવાલની હેલ્થ કેર લિમિટેડના ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPOનો આજે બીજો દિવસ છે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 29 જાન્યુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 631 પોઈન્ટના ઉછાળા સાથે 76,532 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 205 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 23,163ના સ્તરે બંધ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments