back to top
Homeદુનિયાહમાસે ઇઝરાયલની 1 મહિલા બંધકને મુક્ત કરી:વધુ 2 બંધક બાકી; થાઈલેન્ડના 5...

હમાસે ઇઝરાયલની 1 મહિલા બંધકને મુક્ત કરી:વધુ 2 બંધક બાકી; થાઈલેન્ડના 5 નાગરિકોને પણ મુક્ત કરવામાં આવશે

હમાસે ગુરુવારે સીઝફાયર ડીલ હેઠળ ઇઝરાયલના બંધક અગમ બર્ગરને જબાલિયામાં રેડ ક્રોસને સોંપી દીધો. આ પછી તેને નેત્ઝારીમ કોરિડોર વિસ્તારમાં ઇઝરાયલી આર્મીના સ્પેશિયલ ફોર્સમાં લઇ જવામાં આવ્યા. તેઓએ અગમને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢ્યા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ પણ કહ્યું છે કે મુક્ત કરાયેલા બંધકો સરહદ પાર કરીને ઇઝરાયલમાં પ્રવેશ્યા છે. હાલમાં, IDF આરોગ્ય તપાસ માટે અગરને સરહદ નજીકના સુવિધા કેન્દ્રમાં લઈ ગયા છે. અહીં જ અગમ તેના માતા-પિતાને મળશે. અગમ બર્ગર ઇઝરાયલની સર્વેલન્સ સૈનિક છે જેનું 7 ઓક્ટોબર, 2023ના હુમલા દરમિયાન નાહલ ઓઝ પોસ્ટ પરથી હમાસના આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બંધકોની મુક્તિનો આજે ત્રીજો તબક્કો છે. હમાસ ઈઝરાયેલની વધુ 2 બંધકોને મુક્ત કરશે. તેમાં બે મહિલાઓ, અર્બેલ યેહુદ (29) અને એક વૃદ્ધ વ્યક્તિ, ગાદી મોઝેસ (80)નો સમાવેશ થાય છે. આ સિવાય થાઈલેન્ડના 5 નાગરિકોને પણ હમાસની કેદમાંથી મુક્ત કરવામાં આવશે. અત્યાર સુધીમાં 8 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં બે તબક્કામાં ઇઝરાયલના બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં ઇઝરાયેલની 8 મહિલા બંધકોને મુક્ત કરવામાં આવી છે. બદલામાં ઇઝરાયલે 300થી વધુ પેલેસ્ટિનીઓને પણ મુક્ત કર્યા છે. આ સિવાય શનિવારે હમાસ 3 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાના યુદ્ધ બાદ 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયો હતો. આ દરમિયાન બંધકોની આપ-લે કરવામાં આવી રહી છે. 3 ફેબ્રુઆરીથી યુદ્ધવિરામના આગલા તબક્કાની ચર્ચા થવાની છે. તેનો હેતુ યુદ્ધને કાયમ માટે બંધ કરવાનો છે. 3 લાખ પેલેસ્ટિનિયન નોર્થ ગાઝા પાછા ફર્યા ઇઝરાયલ-હમાસના 15 મહિનાના યુદ્ધ બાદ 3 લાખથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો રાફા સરહદ અને દક્ષિણ ગાઝા વિસ્તારમાંથી નોર્થ ગાઝા પરત ફર્યા છે. 27 જાન્યુઆરીના રોજ, ઇઝરાયલે પેલેસ્ટિનિયન નાગરિકોને નોર્થ ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપી. યુદ્ધ શરૂ થયા પછી, 10 લાખથી વધુ લોકો સાઉથ તરફ ગયા. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ગાઝામાં ઇઝરાયલના હુમલાને કારણે 47 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 1.10 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. યુદ્ધવિરામ ડીલ હેઠળ એ નક્કી કરવામાં આવ્યું હતું કે ઇઝરાયલ 25 જાન્યુઆરીથી પેલેસ્ટિનિયનોને નોર્થ​​​​​​​ ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપશે. જો કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના વિવાદને કારણે તેમાં 2 દિવસનો વિલંબ થયો હતો. ઇઝરાયલ લગભગ 700 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે યુદ્ધવિરામ ડીલ 3 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં હમાસ ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલા 33 બંધકોને મુક્ત કરશે. તેમજ ઇઝરાયલની સેના ગાઝા બોર્ડરથી 700 મીટર દૂર પાછળ હટશે. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે 95 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી પણ જાહેર કરી છે જેમને પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. જેમાં 69 મહિલાઓ, 16 પુરૂષો અને 10 સગીરોનો સમાવેશ થાય છે. ઇઝરાયલ 700થી વધુ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે. તેમના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ ઘણા લોકો હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના સભ્યો સહિત હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. યુદ્ધવિરામ ડીલ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે 15 જાન્યુઆરીએ જો બાઇડને કહ્યું કે આ ડીલ 19 જાન્યુઆરી એટલે કે રવિવારથી ત્રણ તબક્કામાં શરૂ થશે. આમાં 42 દિવસ સુધી બંધકોની આપ-લે કરવામાં આવશે. પ્રથમ તબક્કો: બીજો તબક્કો: ત્રીજો તબક્કો: આ ડીલ અંગે કતારમાં કેટલાય અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી કતારની રાજધાની દોહામાં છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો ચાલી રહી હતી. આ વાતચીતમાં ઈજિપ્ત અને અમેરિકા પણ સામેલ હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, કતારના પીએમ શેખ મોહમ્મદે બુધવારે હમાસ અને ઇઝરાયલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, ત્યારબાદ આ ડીલ પૂર્ણ થઈ. પ્રથમ તબક્કાના બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ અંગે વાત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments