back to top
Homeગુજરાત32 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ:9 લાખ સુધીની આવક હોવા છતાં RTEમાં ઝાયડસ સ્કૂલમાં...

32 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ:9 લાખ સુધીની આવક હોવા છતાં RTEમાં ઝાયડસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદમાં વાર્ષિક 1.50 લાખ રૂપિયા આવક મર્યાદા છે છતાં વાલી દ્વારા 1.50 લાખ સુધીની આવક મર્યાદાનું સર્ટિફિકેટ મેળવીને 9 લાખ રૂપિયા સુધીનું આવક હોવા છતાં વેજલપુરની સ્કૂલમાં RTEમાં ખોટી રીતે એડમિશન મળ્યું હોવાથી આ પ્રકારના 32 જેટલા એડમિશન રદ કરવામાં આવશે. ધોરણ-2થી 8ના અલગ-અલગ વિદ્યાર્થીઓના એડમિશન રદ થશે. 9 લાખ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન હોવા છતાં 1.50 લાખ આવક બતાવી
વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલ દ્વારા અમદાવાદ શહેર DEOને ફરિયાદ કરવામાં આવી હતી,જેમાં સ્કૂલમાં ધોરણ-2થી 8માં અભ્યાસ કરતા 32 જેટલા વાલીઓના આવકના પુરાવા કચેરીને આપવામાં આવ્યા હતા.આ પુરાવામાં વાલીની આવક 1.50 લાખથી વધુ એટલે કે 9 લાખ રૂપિયા સુધીની હતી. વાલીના 9 લાખ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન હોવા છતાં વાલીએ પોતાની આવક 1.50 લાખ જ બતાવીને પ્રવેશ મેળવ્યો હતો. 1.50 લાખથી વધુ આવકવાળા વાલીઓને RTEનો લાભ ન મળે
DEO દ્વારા ફરિયાદ મળતા તમામ વાલીઓને હીયરીંગ માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. વાલીઓને પોતાનો પક્ષ મૂકવાનો મોકો આપ્યો હતો. આ દરમિયાન કેટલાક વાલીઓએ કબૂલાત કરી હતી કે, તેમની આવક 1.50 લાખથી વધુ છે તો કેટલાક વાલીઓએ એવી પણ દલીલ કરી હતી કે, જ્યારે તેઓએ પ્રવેશ મેળવ્યો ત્યારે આવક 1.50 લાખ રૂપિયા હતી પરંતુ, બાદમાં આવક વધી છે. જોકે, નિયમ મુજબ 1.50 લાખથી વધુ આવક હોય એવા વાલીઓને RTEનો લાભ મળી શકે નહિ. 32 વિદ્યાર્થીઓનો RTE હેઠળ અભ્યાસ થઈ શકશે નહીં
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં વાલીઓના ઇન્કમટેક્સ રિટર્ન 9 લાખ રૂપિયા સુધીના હતા. વાલીઓને રૂબરૂ બોલાવીને પણ કહેવામાં આવ્યું હતું ત્યારે વાલીઓએ પણ આવક વધુ હોવાની કબૂલાત કરી છે. જેથી, આ વર્ષનો અભ્યાસ પૂરો થાય તે બાદ 32 વિદ્યાર્થીઓનો RTE હેઠળ અભ્યાસ થઈ શકશે નહીં.તેઓ આગળનો અભ્યાસ આ સ્કૂલમાં કરવા ઈચ્છતા હોય તો તેમને સામાન્ય વિદ્યાર્થીની જેમ ફી ભરીને અભ્યાસ કરવો પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments