back to top
Homeમનોરંજન'ઇશ્કિયા' માટે વિદ્યા નહીં, પ્રીટિ ઝિન્ટા હતી પહેલી પસંદ:ઈરફાન-પંકજ ત્રિપાઠીએ રિજેક્ટ કરી...

‘ઇશ્કિયા’ માટે વિદ્યા નહીં, પ્રીટિ ઝિન્ટા હતી પહેલી પસંદ:ઈરફાન-પંકજ ત્રિપાઠીએ રિજેક્ટ કરી ફિલ્મ, નવી સ્ટાર કાસ્ટમાં નસીરુદ્દીન-અરશદની એન્ટ્રી થઈ

ફિલ્મ “ઇશ્કિયા” 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા અરશદ વારસી, વિદ્યા બાલન અને નસીરુદ્દીન શાહને અલગ ઓળખ મળી. જોકે, આ ફિલ્મ માટે પંકજ ત્રિપાઠી, ઇરફાન ખાન, લારા દત્તા અને પ્રીટિ ઝિન્ટા પહેલી પસંદગી હતા. ફિલ્મમેકર અભિષેક ચૌબેએ પોતાના તાજેતરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બધાએ ના પાડી દીધી હતી, જેના કારણે સ્ટાર કાસ્ટ બદલવી પડી હતી. મેશેબલ ઈન્ડિયા સાથે વાત કરતા ડિરેક્ટરે અભિષેક ચૌબેએ કહ્યું, ‘ઈશ્કિયા’ ફિલ્મ માટે શરૂઆતમાં પંકજ ત્રિપાઠી, ઈરફાન ખાન, લારા દત્તા અને પ્રીટિ ઝિન્ટાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. અરશદ વારસી પહેલા, ઇરફાન ખાન ફિલ્મમાં બબ્બનનો રોલ ભજવવાનો હતો, પરંતુ જ્યારે મેં તેને સ્ક્રિપ્ટનું નવું વર્ઝન સંભળાવ્યું, ત્યારે તેને લાગ્યું કે વાર્તામાં એવું કંઈ નથી જે તેના સમય માટે યોગ્ય હોય. તે પહેલી વાર હતું જ્યારે મને લાગ્યું કે તે મારી ફિલ્મ નહીં કરે. જ્યારે સ્ક્રિપ્ટ પર ખૂબ સારું કામ થઈ રહ્યું હતું, ત્યારે પડદા પાછળ ઘણી ખરાબ ઘટનાઓ બની રહી હતી. અભિષેકે કહ્યું, જ્યારે ઇરફાન સાથે અન્ય સ્ટાર્સે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે અમે ઘણા સ્ટાર્સ પર વિચાર કર્યો. આ પછી અમે વિદ્યાનો સંપર્ક કર્યો. તેણે સ્ક્રિપ્ટ વાંચી અને તરત જ હા પાડી. જ્યારે નસીરુદ્દીન શાહે આશ્ચર્ય સાથે પૂછ્યું, શું તમે ખરેખર મને કાસ્ટ કરવા માંગો છો? મેં ફિલ્મોમાં રોમાન્સ નથી કર્યો. આમ કરીને, આખરે અરશદ વારસી પણ ટીમમાં જોડાયો. વિશાલ ભારદ્વાજ ઇરફાન ખાનથી ગુસ્સે હતા
લલલન્ટોપ સાથેની વાતચીતમાં વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે, ‘ઇશ્કિયા’માં કોઈ મોટી એક્ટ્રેસને કાસ્ટ કરી ન હતી કારણ કે તે ઇરફાન ખાન સાથે કામ કરવા માગતી ન હતી કારણ કે તે સમય સુધી તે સફળ એક્ટર નહોત. આ કારણે મને ઇરફાન પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં 2-3 વર્ષ સુધી તેની સાથે વાત નહોતી કરી. મેં તેના ફોન પણ ઉપાડ્યા નહોતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments