ચોટીલા હાઈવે પર રાત્રિના પોણા બાર વાગ્યાના સુમારે ગાંધીનગરથી ગુજરાત રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જઈ રહ્યા હતા. આ સમયે ચોટીલા પહેલા હાઇવે રોડ પર ટ્રક સાથે સાઈડમાં કાર અથડાતા કારના આગળના ભાગે નુકસાન થયું હતું. ડ્રાઇવરની સમય સૂચકતાથી કારને સાઈડમાં લઈ જઈ ઊભી રાખી દેતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો બચાવ થયો હતો. કોઈ પ્રકારની જાનહાનિ ન થઇ ન હતી. પોલીસે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે રાઘવજી જામનગર જવા રવાના થયા હતા.