back to top
Homeગુજરાતદાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર, VIDEO:મહિલાઓ સહિત 15 લોકોનાં ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર...

દાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર, VIDEO:મહિલાઓ સહિત 15 લોકોનાં ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ સાંકળથી બાંધી, રોડ પર ઢસડીને દંડા માર્યા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર માર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી. મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો છે. મહિલાને નિર્વસ્ત્ર કરી, બાઇક પાછળ બાંધીને ઢસડી
મળતી માહિતી મુજબ ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. આ સમયે 15 લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી ગામમાં ફેરવી હતી. આટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વાયરલ થયેલા વીડિયોમાં શું દેખાય છે?
મહિલા પર અમાનવીય અત્યાચારના વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ટોળુ આક્રમક રીતે મહિલાને ઘેરીને તેના કપડા કાઢી નાંખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળુ નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા વડે માર મારે છે. બાઇક પાછળ બાંધેલી મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા થતાં રોડ પર ઢસડે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવાની વાત કરે છે. પોલીસે આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી
વીડિયો વાયરલ થતાં પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. મહિલા પર અત્યાચાર ગુજારનાર આરોપીઓના નામ
બાહદુર કાંતી ડામોર, સંજય બાહદુર ડામોર, દિયર કીર્તન બહાદુર ડામોર, રાજુ કાંતી ડામોર, હંસાબેન રાજુ ડામોર, ધર્મેન્દ્ર રાજુ ડામોર, રમીલાબેન હીમંત ડામોર, સીતાબેન વિનોદ સિસોદીયા, ચંપાબેન બાહદુર ડામોર, ગોવિંદ ભરત ડામોર, હીમંત ગેદાલ ડામોર, પપ્પુ કલ્યાણ ડામોર, વર્ષાબેન પપ્પુ કલ્યાણ ડામોર, ગોપાલ પપ્પુ ડામોર અને વિક્રમ બહાદુર પગીએ મહિલા પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments