back to top
Homeગુજરાતનશામાં ધૂત શખસે PCR ઈન્ચાર્જનો કાઠલો પકડી ચોકી બાનમાં લીધી:હું નવા થોરાળાનો...

નશામાં ધૂત શખસે PCR ઈન્ચાર્જનો કાઠલો પકડી ચોકી બાનમાં લીધી:હું નવા થોરાળાનો ડોન છું કહી કબાટ અને ખુરશીમાં માથા ભટકાવ્યા, પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી

રાજકોટ શહેરમાં ગુંદાવાડી પોલીસ ચોકીની અંદર ઘુસી નશામાં ધૂત શખ્સે પોલીસને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. હું નવા થોરાળાનો ડોન છું, બધી પોલીસ મારા હાથમાં છે, આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું કહીં નશામાં ધૂત શખસે કબાટ અને ખુરશીમાં માથા ભટકાવ્યા તેમજ PCR ઈન્ચાર્જનો કાઠલો પકડી પોલીસ ચોકી બાનમાં લીધી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીની અટક કરી ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. હું આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી ગુંદાવાડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ તોરલબેન જોષીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગૌરવ ખીમસૂરીયાનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ મહિલા પોલીસ તોરલ જોશી ગુંદાવાડી પોલીસ ચોકીએ ફરજ ઉપર હતાં ત્યારે એક વ્યક્તિ ચોકીની અંદર ઉશ્કેરાટમાં ગાળાગાળી કરતો આવ્યો અને કહ્યું કે, હું નવા થોરાળાનો ડોન છું, મારૂ નામ ગૌરવ છે અને બધી પોલીસ મારા હાથમાં છે, મને હજી ઓળખતા નથી, બાકીની પોલીસ ક્યા છે, હું આજે બધાનુ પૂરુ કરી નાખવાનો છું, કહી અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવા લાગતા તેને ચોકીની બહાર જતા રહેવાનુ કહેતા તે ઉશ્કેરાઈ અને આજ તો ચોકીની બહાર નીકળો બધાને છરીના મારી પતાવી દેવાનો છું કહી ધમકી આપી હતી. યુનિફોર્મનો કોલર પકડી ગાળાગાળી કરવા લાગ્યો હતો
ચોકીની બહાર જતા રહેવાનુ કહેતા જેથી તે વધુ ઉશ્કેરાઈ ચોકીની અંદર રહેલા લોખંડના કબાટ અને ખુરશી સાથે જોરજોરથી માથું ભટકાડી, હું હમણા બધાને ફીટ કરાવી દઉ છું અને બધાને છરીના ઘા મારી દઉં છું કહીં ધમકી આપી. પોતાની જાતે પોતાને બટકા ભરવા લાગ્યો હતો. પોતાના માથાના વાળ ખેંચવા લાગી અને દિવાલો સાથે માથુ તથા પીઠનો ભાગ પછાડવા લાગ્યો હતો. જેથી, ફરિયાદીએ પોલીસ ચોકી ઇન્ચાર્જ PSI તેમજ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવી હતી. ફક્ત એટલું જ નહિ આ શખસ પોલીસ ચોકીમાં રહેલ કોમ્યુટર ઉપાડી ઘા કરવા જતો હતો. આ દરમિયાન PCR ઇન્ચાર્જ કોન્સ્ટેબલ વજુભાઇ ડાભી ચોકીની અંદર આવી જતા તેને પોલીસવાનમાં બેસી જવાનુ કહેતા. તેની પણ સામે થઇ અને યુનિફોર્મનો કોલર પકડી ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાદમાં આરોપીને એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
આરોપી તેની પુત્રીને લઈ સારવાર કરાવવા માટે પદ્મકુંવરબા હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યારે તે નશાની હાલતમાં હોસ્પિટલની બહાર નીકળતો હતો. આ દરમિયાન એક બાઈક ચાલક સાથે સામાન્ય અથડામણ થઈ હતી. જે બાદ તેને દેકારો કરતાં પોલીસ સ્ટાફ ત્યાં દોડી જતાં ઉશ્કેરાટમાં આવી પોલીસની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હતી. આ બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments