back to top
Homeગુજરાતભાજપના વલસાડ-બોટાદની પાલિકાના ઉમેદવાર જાહેર:ન.પા.ના ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ, મતદાન માટે શ્રમયોગી-કર્મીઓને સવેતન...

ભાજપના વલસાડ-બોટાદની પાલિકાના ઉમેદવાર જાહેર:ન.પા.ના ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ, મતદાન માટે શ્રમયોગી-કર્મીઓને સવેતન રજા અપાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીને લઈ ભાજપે વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ અને પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત જ્યારે બોટાદ જિલ્લાની 1 નગરપાલિકાની સામાન્ય, 1 નગરપાલિકાની મધ્યસત્ર સહિત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની બે બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. સુરત મનપા, સુરત, ભરૂચ, નર્મદા, અરવલ્લી અને જિલ્લામાં ખાલી પડેલી બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. તો બીજી તરફ રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું કે, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરી, 2025 અને રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાનાર છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-2019 હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. બોટાદ જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણીના ઉમેદવારોની યાદી વિવિધ જિલ્લાઓની ખાલી પડેલી બેઠકોના ઉમેદવારોની યાદી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments