આજે મહાકુંભનો 19મો દિવસ છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 27.58 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિન્નર અખાડાના મહામંડલેશ્વર ડૉ.લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આજે હટાવવામાં આવી શકે છે. આ અખાડાના સ્થાપક અજય દાસ આજે બપોરે આની જાહેરાત કરી શકે છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિવાદ થયો છે. મૌની અમાવસ્યાના દિવસે મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં 35 થી 40નાં મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ દરમિયાન 60 લોકો ઘાયલ થયા છે. આ અંગે તપાસ કરવા માટે ન્યાયિક પંચની ટીમ આજે પ્રયાગરાજ આવશે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવી રહેલાં ભંડારામાં રાખ નાખનાર ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એક્સ પર વીડિયો શેર કર્યો છે. આ પછી, રાખ ફેંકનાર સોરાઉન પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રજેશ તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.