વિરાટ કોહલીનું 12 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી ખાસ રહી નથી. તે 15 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. તેને રેલવેના હિમાંશુ સાંગવાને બોલ્ડ કર્યો હતો. શુક્રવારે મેચના બીજા દિવસે સ્ટમ્પ સુધી, દિલ્હીએ પ્રથમ દાવમાં 334/7 રન બનાવ્યા છે. સુમિત માથુર 78 રન અને સિદ્ધાંત શર્મા 15 રન સાથે ક્રિઝ પર છે. કેપ્ટન આયુષ બદોની 99, સનત સાંગવાન 30 અને યશ ધૂલ 32 રન બનાવીને આઉટ થયા હતા. દિલ્હીએ આજે 41/1ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું છે. રેલવેની ટીમ પ્રથમ દાવમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઈન્દોરમાં મધ્યપ્રદેશના હર્ષ ગ્વાલી અને શુભમ શર્માએ બેવડી સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. કર્ણાટક સામે હરિયાણાના કેપ્ટન અંકિત કુમારના 118 રનની મદદથી ટીમને પહેલી ઇનિંગમાં 232/5નો સ્કોર બનાવ્યો હતો. જુઓ મેચની 3 તસવીરો… વિરાટે પાંચમાં બોલ પર પહેલો રન બનાવ્યો, તે આઉટ થતા જ સ્ટેડિયમ ખાલી થઈ ગયું
કોહલીએ ઇનિંગ્સની શરૂઆત રક્ષણાત્મક રીતે કરી હતી. તેણે પાંચમો બોલ કવર તરફ ધકેલીને પોતાનો પહેલો રન બનાવ્યો. વિરાટે હિમાંશુની બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર ફોર ફટકારી હતી. ત્યારપછી બીજા જ બોલ પર તે ક્લીન બોલ્ડ થયો હતો. કોહલીની બેટિંગ જોવા માટે 10 હજારથી વધુ દર્શકો આવ્યા હતા, પરંતુ તે આઉટ થતાં જ તેઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા. દિલ્હીની પાયલે કહ્યું- ‘લાંબા રાહ બાદ કોહલી બેટિંગ કરવા આવ્યો, પરંતુ તે વહેલો આઉટ થઈ ગયો. આનાથી નિરાશ થયા છીએ.’ વિરાટે તેની છેલ્લી રણજી મેચ 2012માં રમી હતી
કોહલીએ 2006માં તમિલનાડુ સામે રણજીમાં ડેબ્યૂ કર્યું હતું. વિરાટે તેની છેલ્લી રણજી મેચ 2012માં વીરેન્દ્ર સેહવાગની કઆગેવાનીમાં રમી હતી, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ યુપીની કમાન સંભાળી હતી. આ મેચ ગાઝિયાબાદના નેહરુ સ્ટેડિયમમાં રમાઈ હતી. કેએલ રાહુલ, સિરાજ અને કુલદીપ પણ રણજી રમી રહ્યા છે
કોહલી સિવાય કેએલ રાહુલ કર્ણાટક માટે, મોહમ્મદ સિરાજ હૈદરાબાદ માટે અને કુલદીપ યાદવ યુપી માટે રણજી મેચ રમી રહ્યો છે. આ પહેલા 23 થી 26 જાન્યુઆરી સુધી ભારતીય કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંત જેવા ભારતીય ખેલાડીઓએ રણજી ટ્રોફી મેચમાં ભાગ લીધો હતો. કેટલાક પોઇન્ટ્સમાં અન્ય મેચના અપડેટ્સ…