back to top
Homeગુજરાત13 હજાર ચોરીને ગયો ને કરોડપતિ બનીને પકડાયો:ચોરી કરીને ચેન્નાઈ ભાગ્યો, મજૂરી...

13 હજાર ચોરીને ગયો ને કરોડપતિ બનીને પકડાયો:ચોરી કરીને ચેન્નાઈ ભાગ્યો, મજૂરી કરતાં-કરતાં કાપડ અને સોનાનો વેપાર કર્યો; જમાઈની કારમાં સુરત આવ્યો ને ફસાયો

21 વર્ષ પહેલા સુરતથી 13 હજાર રુપિયાની ચોરી કરીને ફરાર આરોપીની આજરોજ સુરત PCBએ ધરપકડ કરી. જોકે, ધરપકડ બાદ આરોપીનું બેકગ્રાઉન્ડ જાણીને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. સામાન્ય ચોરી કરનાર આ આરોપી આજે કરોડપતિ ઉદ્યોગપતિ બની ગયો છે ને હાલ તે જ્વેલર્સ શોપનો માલિક છે. શું હતી ઘટના?
પોલીસ વિભાગની તપાસ મુજબ, વર્ષ 2003માં ઘોડદોડ રોડ પર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિદ્ધે રૂ.13,000ની રોકડ ચોરી કરી હતી. ચોરી કર્યા પછી નરેશ ચેન્નાઈ ભાગી ગયો અને ત્યાં જઈ મજૂરી શરૂ કરી. ચેન્નાઈમાં મજૂરી કરતા-કરતા કાપડ અને સોનાનો વેપાર પણ શરૂ કર્યો. આજે તેની પાસે ચેન્નાઈમાં “ન્યુ મારૂતિ જવેલર્સ” નામની દુકાન છે. આ સાથે જ કાપડનો શો-રૂમ પણ છે. 21 વર્ષ સુધી પોલીસથી છુપાયેલો હતો ચોર
સુરત પોલીસ નરેશ સુધી પહોંચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસરત હતી. PCBની ટીમ બે વાર ચેન્નાઈ પહોંચી પણ દરેક વખતે એ પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો. લોકલ પોલીસ તરફથી મળતી પૂર્વ જાણકારીને કારણે તે હંમેશા બે કદમ આગળ રહેતો. કઈ રીતે પકડાયો કરોડપતિ ચોર?
છેલ્લે, સુરત PCBના પી.આઈ. આર.એસ. સુવેરાની ટીમે બાતમીના આધારે કતારગામ ગજેરા સર્કલ પાસે વોચ ગોઠવી. ચેન્નાઈથી અમદાવાદ વિમાન દ્વારા પહોંચીને જમાઈની કારમાં સુરત આવતો નરેશ આ વખતે પોલીસના જાળમાં ફસાઈ ગયો. PCB ટીમે આરોપીને ઝડપી અને ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો. નરેશના સાથી ગણપતનાથને પણ મહિના પહેલા જ પકડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments