back to top
Homeગુજરાતઇન્સ્યોરન્સ કંપનીએ દર્દીનો ક્લેમ નકાર્યો:ગ્રાહક સુરક્ષા કમિશને દર્દીને પૂરેપૂરી રકમ પરત આપવા...

ઇન્સ્યોરન્સ કંપનીએ દર્દીનો ક્લેમ નકાર્યો:ગ્રાહક સુરક્ષા કમિશને દર્દીને પૂરેપૂરી રકમ પરત આપવા ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા આદેશ કર્યો

વીમા કંપનીએ covid-19ના દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત ન હતી તેવું જણાવી દર્દીએ હોમકવોરનટાઈન થઇ સારવાર લેવાની જરૂરત હતી તેવું કારણ જણાવી પોલિસીધારકનો રૂ. 1,40,770નો કલેમ નકારતા ગ્રાહક સુરક્ષા કમિશને દર્દીને પૂરેપૂરી રકમ પરત આપવા સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા આદેશ કર્યો છે. અમદાવાદના રહેવાસી સુખવાણી સુનિલકુમાર હીરાનંદે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફેમિલી હેલ્થ ઓપટીમા ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલ હતી. સમ. ઇન્સ્યોડૅ રૂ. 3 લાખનો હતો. દર્દીને વર્ષ 2021માં કોવિડ 19 હોવાથી પોલીસી ધારક દર્દી ડોક્ટરની સલાહ સૂચનથી હોસ્પિટલાઈઝડ થયા હતા. અને હોસ્પિટલનું ખર્ચ રૂ. 1,40,770 થયો હતો. જેથી દર્દીએ હોસ્પિટલના ખર્ચની થયેલી રકમ મેળવવા કંપનીને ક્લેમ રજૂ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ફરિયાદીના ક્લેમ નકારેલ અને લેખિતમાં જાણ કરેલ કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ થાય ટ્રીટમેન્ટ કરાવવાની જરૂરત ન હતી. દર્દી ઘરમાં જ હોમકવોરનટાઈન થાય સારવાર કરી શકતા હતા. પરંતુ તેમ ના કરતા વીમા કંપની હોસ્પિટલના ખર્ચ પોલિસી ધારકને નહીં આપી શકે. વિકટીમ સુખવાણી સુનિલ કુમાર હીરાનંદને ન્યાય અપાવવા માટે ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિ ફાઉ.ના પ્રમુખ સુચીત્રા પાલ દ્વારા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યમાં કંપની સામે કેસ દાખલ કરી નીચેની સત્ય હકીકતો કમિશન સમક્ષ દલીલ કરી ઉજાગર કરી હતી. તારીખ15-4-2021ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ શહેરની નરોડા સ્થિત ન્યુ તુલીપ હોસ્પિટલ મેડિકલ એન્ડ સર્જીકલ માં તા.16-4-2021થી તા.17-4-2021 સુધી એડમિટ થઈને ટ્રીટમેન્ટ લીધી હતી. ન્યુ તુલીપ હોસ્પિટલ મેડિકલ એન્ડ સર્જીકલમાં દર્દીને કેસ લેસની સુવિધા ના આપતા હોવાથી દર્દી પાસે હોસ્પિટલને ચૂકવવાના નાણાં હાથ ઉપર ન હોવાથી કફોડિ પરિસ્થિતિમાં આવી જતા તારીખ 17-4-2021ના રોજ રજા લઈ ઘરે આવ્યા. પણ દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂરત હોવા છતાં કેશલેસના અભાવે ઘર આવતા દર્દીની તબિયત વધારે બગડતા બીજા દિવસે જો તારીખ 18-4-20021ના રોજ ભરી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી. જેથી દર્દી અમદાવાદના કુબેર નગરના સિદ્ધિ હોસ્પિટલમાં એડમિટ થયા. તા. 18-4-2021થી તા. 23-4-2021 સુધી સિદ્ધિ હોસ્પિટલમાં દર્દીની ટ્રીટમેન્ટ ચાલી હતી. આ હકીકતોને જોતા ગ્રાહક તકરાર નિવારણ ગ્રામ્યના કમિશનના પ્રમુખ એ. બી. પંચાલ તથા સભ્ય ડો.એસ .આર. પંડયા તથા સભ્ય બી. જે. આચાર્યની બેન્ચ દ્વારા ફરિયાદને ન્યાય આપતો ચુકાદો આપતા દર્દીને હોસ્પિટલ ખર્ચની લેવા પાત્ર રૂ. 1,40,180 ફરિયાદ દાખલ કર્યા તા.14-9-2022થી 9% વાર્ષિક વ્યાજ સાથે તથા માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચના રકમ અલગથી દિન 30માં ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments