back to top
Homeગુજરાતકાલે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન, 72 રસ્તાનું ડાયવર્ઝન:1.25 લાખથી વધુ દોડવીરોનુ રજિસ્ટ્રેશન; CM...

કાલે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન, 72 રસ્તાનું ડાયવર્ઝન:1.25 લાખથી વધુ દોડવીરોનુ રજિસ્ટ્રેશન; CM ફ્લેગ ઓફ કરશે, જુઓ દોડનો મેપ અને વૈકલ્પિક રસ્તાઓનું લિસ્ટ

આવતીકાલે (2 ફેબ્રુઆરી) યોજાનાર 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મેરેથોનના રૂટ પર આવતા 72 જેટલા રસ્તાઓનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે થવાનું છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નવલખી મેદાન ખાતેથી સવારે 4.30 વાગ્યાથી ઈન્ટરનેશનલ મેરેથોનનો આરંભ થશે. મેરેથોનના કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 72 રૂટના ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે અને ભારદારી વાહનો માટે 8 ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ જારી
12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ઈન્ટરનેશનલ દોડવીરો પણ ભાગ લઈ રહ્યા છે. દોડવીરોને કોઈ તકલીફ ન પડે અને સામાન્ય રાહદારીઓને પણ કોઈ સમસ્યા ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ દોડમાં ફન રન, 5 કિલોમીટર, 10 કિલોમિટર, 21કિલોમિટર હાફ મેરેથોન અને 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 5 કિમી વાળી મેરેથોન માટે 22 જગ્યાએ ડાઇવર્ઝન
શહેરનાં નવલખી મેદાન ખાતેથી શરૂ થનાર આ દોડ માટે 5 કિમી વાળી મેરેથોન માટે 22 જગ્યાએ ડાઇવર્ઝન આપવામાં આવ્યાં છે અને નો પોર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 10, 41 અને 42 કિલોમીટરની મેરેથોન માટે 50 રસ્તાઓનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે અને તમામ રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે મેરેથોનના રૂટ પર કોઈ ભારદારી વાહન ન આવે તે માટે 8 રોડનું ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. અંદાજિત 1.25 લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન
મહત્વની વાત છે કે, છેલ્લા 12 વર્ષથી યોજાતી આ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક દેશી અને વિદેશી દોડવીરો જોવા મળશે. સાથે જ દિવ્યાંગો પણ આ દોડમાં ભાગ લેશે. અત્યાર સુધીમાં અંદાજિત 1.25 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. જ્યારે ફુલ મેરથોન માટે 280થી વધુ ખેલાડીઓ દોડ લગાવશે. રાજ્યના મુખ્યમંત્રીના ફ્લેગ ઓફ બાદ આ દોડ શરૂ કરવામાં આવશે. ત્યારે જાણો કે, વડોદરા શહેરના કયા રોડ રસ્તા બંધ રહેશે અને આ તમામ દોડનો રૂટ કયો છે?…. દોડ, સમય અને રૂટની વિગતો… 5 કિમી ફન રન, સવારે 07.30 વાગ્યે
નવલખી મેઇનગેટથી નીકળી, રાજમહેલગેટથી ડાબી બાજુ વળી, કિર્તિસ્થંભ સર્કલ, માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, ગાંધીનગરગૃહ સર્કલ, જયુબીલીબાગ સર્કલ, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી રેલવે હેડ કર્વારટ, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઇ નવલખી મેઇનગેટ થઇ નવલખી ગ્રાઉન્ડ આવી પૂર્ણ થશે. 5 કિમી ટાઇમ રન, સવારે 04.50 વાગ્યે
નવલખી મેઇનગેટ નીકળી, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી સીધા, રેલવે હેડ કર્વાટર, કોઠી ચાર રસ્તાથી જમણી બાજુ વળી ટાવર ચાર રસ્તા, જ્યુબીલી બાગ સર્કલ, ભકિત સર્કલથી જમણી બાજુ વળી, ગાંધી નગરગૃહ સર્કલ પદમાવતી ત્રિકોણથી યુ ર્ટન લઇ પરત ગાંધીનગરગૃહ, જ્યુબીલી બાગ સર્કલ, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી રેલવે હેડ કર્વાટર, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી જમણી બાજુ વળી, અકોટા VIP કટ પહેલા આવી પૂર્ણ થશે. 10 કિમી કર્વાટર રન, સવારે 05.15 વાગ્યે
નવલખી મેઇનગેટ નીકળી રાજમહેલગેટથી રોંગ સાઇડ, મોતીબાગ તોપથી રોંગ સાઇડ, લાલબાગ બ્રિજ નીચેથી રોંગ સાઇડે, વિશ્વામિત્રી રોડ, અવધુત ફાટકથી રોંગ સાઇડ, વિશ્વામિત્રી ઓવર બ્રિજ ઉપરથી રોંગ સાઇડ, મુજમહુડા સર્કલથી રોંગ સાઇડ, અક્ષરચોક સર્કલથી રોંગ સાઇડ, વોર્ડ નં.06 ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, રાજવી ટાવર ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, અટલ બ્રિજ નીચેથી સીધા મનિષા ચાર રસ્તાથી રોંગ સાઇડ,યોગા સર્કલથી ડાબી બાજુ વળી નવીન કોર્ટ રોડ, મહારાણા પ્રતાપ સર્કલથી પરત એજ રોડથી પરત વળી, યોગા સર્કલથી રોંગ સાઇડે કળશ સર્કલથી રોંગ સાઇડ, ગાય સર્કલથી રોંગ સાઇડ, અકોટા બ્રિજ ચાર રસ્તાથી રોંગ સાઇડ, અકોટા સોલર પેનલ આવી પૂર્ણ થશે. 21 કિમી હાફ મેરેથોન, સવારે 04.35 વાગ્યે
નવલખી મેઇન ગેટ નીકળી, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી સીધા, રેલવે હેડ કર્વાટર, કોઠી ચાર રસ્તાથી જમણી બાજુ વળી, ટાવર ચાર રસ્તા, જયુબીલી બાગ સર્કલ ભકિત સર્કલથી જમણી બાજુ વળી, ગાંધીનગરગૃહ સર્કલ, પદમાવતી ત્રિકોણ, લહેરીપુરા દરવાજા, માંડવી સર્કલથી જમણી બાજુ વળી, ગેંડીગેટ દરવાજા, ચોખંડી ચાર રસ્તા નાની શાકમાર્કેટ, વિહાર ચાર રસ્તા,પ્રતાપનગર ઓવર બ્રિજ ઉપર, બરોડા ડેરી સર્કલથી ડાબી બાજુ વળી બરોડા ડેરી રોડ, તરસાલી આઇ.ટી.આઇ, તરસાલી શાકમાર્કેટ ત્રણ રસ્તાથી ડીવાઇડર કટથી જમણી બાજુ વળી રોંગ સાઇડે, ગુરૂનાનકજી સર્કલ, સુશેન સર્કલથી રોંગ સાઇડ, જમણી બાજુ વળી, SRP ગ્રુપ-09થી રોગ સાઇડ, કબીર કોમ્પલેક્ષ ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, મકરપુરા પો.સ્ટે સર્કલથી રોંગ સાઇડ સ્પંદન સર્કલથી રોંગ સાઇડ, શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી રોંગ સાઇડેથી લાલબાગ બ્રિજ ચઢી, લાલબાગ બ્રિજ ઉપર કટથી ડાબી બાજુ વળી, રોંગ સાઇડથી વિશ્વામિત્રી રોડ, અવધુત ફાટકથી રોંગ સાઇડ વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપરથી રોંગ સાઇડ, મુજમહુડા સર્કલથી રોંગ સાઇડ, અક્ષરચોક સર્કલથી રોંગ સાઇડ,વોર્ડ નં.06 ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, રાજવી ટાવર ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, અટલ બ્રિજ નીચેથી સીધા મનિષા ચાર રસ્તાથી રોંગ સાઇડ,યોગા સર્કલથી રોંગ સાઇડ જમણી બાજુ વળી, રોંગ સાઇડે, કળશ સર્કલથી રોંગ સાઇડ,ગાય સર્કલથી રોંગ સાઇડ, અકોટા બ્રિજ ચાર રસ્તાથી રોંગ સાઇડ, અકોટા સોલર પેનલ આવી પૂર્ણ થશે. 42 કિમી ફૂલ મેરેથોન, સવારે 04.30 વાગ્યે
નવલખી મેઇનગેટ નીકળી, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી સીયા, રેલ્વે હેડ કર્વાટર, કોઠી ચાર રસ્તાથી જમણી બાજુ વળી, ટાવર ચાર રસ્તા, જયુબીલી બાગ સર્કલ, ભક્તિ સર્કલથી જમણી બાજુ વળી, ગાંધીનગરગૃહ સર્કલ, પદમાવતી ત્રિકોણ લહેરીપુરા દરવાજા, માંડવી સર્કલથી જમણી બાજુ વળી, ગેંડીગેટ દરવાજા, યોખંડી ચાર રસ્તા, નાની શાકમાર્કેટ, વિહાર ચાર રસ્તા, પ્રતાપનગર ઓવર બ્રિજ ઉપર બરોડા ડેરી સર્કલથી ડાબી બાજુ વળી, બરોડા ડેરી રોડ, તરસાલી આઇ.ટી.આઇ, તરસાલી શાકમાર્કેટ ત્રણ રસ્તાથી ડીવાઇડર કટથી જમણી બાજુ વળી રોંગ સાઇડે, ગુરૂનાનકજી સર્કલ, સુશેન સર્કલથી રોંગ સાઇડ,જમણી બાજુ વળી, SRP ગ્રુપ-09થી રોંગ સાઇડ કબીર કોમ્પલેક્ષ ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, મકરપુરા પો.સ્ટે સર્કલથી રોંગ સાઇડ, સ્પંદન સર્કલથી રોગ સાઇડ, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તાથી રોંગ સાઇડેથી લાલબાગ બ્રિજ ચઢી, લાલબાગ બ્રિજ ઉપર કટથી ડાબી બાજુ વળી, રોંગ સાઇડથી વિશ્વામિત્રી રોડ, અવયુત ફાટકથી રોંગ સાઇડ, વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપરથી રોંગ સાઇડ, મુજમહુડા સર્કલથી ટોંગ સાઇડ, અક્ષરયોક સર્કલથી રોંગ સાઇડ,વોર્ડ નં.06 ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, રાજવી ટાવર ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, અટલબ્રિજ નીચેથી સીધા મનિષા ચાર રસ્તાથી રોંગ સાઇડ, યોગા સર્કલથી ડાબી બાજુ વળી નવીન કોર્ટ રોડ ટાઇમ સર્કલથી સીધા ગોકુળ પાર્ટી પ્લોટ રોડ, ધ નેસ્ટ એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા નિલામ્બર સર્કલથી સીધા પ્રિયા ટોકિઝ રોડ, પ્રિયા ટોકિઝ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, વડોદરા ગ્રામ્યની હદમાં જશે અને એજ રૂટથી પરત પ્રિયા ટોકીઝ ચાર રસ્તા રોંગ સાઇડ, નિલામ્બર સર્કલ રોંગ સાઇડ, ટાઇમ સર્કલ રોંગ સાઇડ, યોગા સર્કલથી રોંગ સાઇડ કળશ સર્કલ ટોંગ સાઇડ, ગાય સર્કલ રોંગ સાઇડ અકોટાબ્રિજ ચાર રસ્તાથી રોંગ સાઇડથી અકોટા સોલર પેનલ આવી પૂર્ણ થશે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે હેતુથી નો એન્ટ્રી, નો-પાર્કિંગ, વૈકલ્પિક વ્યવસ્થા, અનામત રૂટ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સવારના 4 વાગ્યાથી ફન રન, 5 કિમી, 10 કિમી, 21 કિમી, 42 કિમી દોડવીર રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન, નો-એન્ટ્રી વૈકલ્પિક વ્યવસ્થા અંગે આંતરાષ્ટ્રીય ફૂલ મેરેથોન દોડ પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચે મુજબનુ જાહેરનામુ લાગુ રહેશે. 5 કિમી દોડ માટે નો-પાર્કિંગ, નો-એન્ટ્રી અંગે
નવલખી મેઇનગેટ નીકળી, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી સીધા, રેલવે હેડ કર્વાટર, કોઠી ચાર રસ્તાથી જમણી બાજુ વળી, ટાવર ચાર રસ્તા, જયુબીલી બાગ સર્કલ, ભકિત સર્કલથી જમણી બાજુ વળી, ગાંધી નગરગૃહ સર્કલ પદમાવતી ત્રિકોણથી યુ ર્ટન લઇ પરત ગાંધીનગરગૃહ, જયુબીલી બાગ સર્કલ, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, રેલવે હેડ કર્વાટર, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી જમણી બાજુ વળી, અકોટા VIP કટ સુધીના રોડની બન્ને બાજુ તમામ પ્રકારના વાહનો નો-પાર્કિંગ ઝોન અને તમામ રૂટ દોડવીરો માટે અનામત રાખવામાં આવે છે. 10 કિમી કર્વાટર રન માટે નો-પાર્કિંગ, નો-એન્ટ્રી તથા અનામત રૂટ
નવલખી મેઇનગેટ નીકળી, રાજમહેલ મેઇનગેટથી રોંગ સાઇડ, મોતીબાગ તોપથી રોંગ સાઇડ, લાલબાબ્રિજ નીચેથી રોંગ સાઇડે, વિશ્વામિત્રી રોડ, અવધુત ફાટકથી રોંગ સાઇડ, વિશ્વામિત્રી ઓવર બ્રિજ ઉપરથી રોંગ સાઇડ, મુજમહુડા સર્કલથી રોંગ સાઇડ અક્ષરચોક સર્કલથી રોંગ સાઇડ,વોર્ડ નં.06 ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, રાજવી ટાવર ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, અટલ બ્રિજ નીચેથી સીધા મનિષા ચાર રસ્તાથી રોંગ સાઇડ, યોગા સર્કલથી રોંગ સાઇડ જમણી બાજુ વળી રોંગ સાઇડે, કળશ સર્કલથી રોંગ સાઇડ ગાય સર્કલથી રોંગ સાઇડ, અકોટા બ્રિજ ચાર રસ્તાથી રોંગ સાઇડ, અકોટા સોલર પેનલ સુધીના રોડની બન્ને બાજુ તમમ પ્રકારના વાહનો નો-પાર્કિંગ ઝોન અને રોડની જમણી બાજુના ટ્રેક (રાઇટ ટ્રેક) માત્ર અને માત્ર દોડવીરો માટે અનામત રાખવામાં આવે છે. 21 કિમી હાફ મેરેથોન અને 42 કિમી ફલમેરેથોન માટે નો-પાર્કિંગ, નો-એન્ટ્રી તથા અનામત રૂટ
નવલખી મેઇનગેટ નીકળી, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી સીધા, રેલ્વે હેડ કર્વાટર, કોઠી ચાર રસ્તાથી જમણી બાજુ વળી,ટાવર ચાર રસ્તા, જયુબીલીબાગ સર્કલ, ભક્તિ સર્કલથી જમણી બાજુ વળી, ગાંધીનગરગૃહ સર્કલ, ન્યાયમંદિર કૂવારા વહેરીપુરા દરવાજા, માંડવી સર્કલથી જમણી બાજુ વળી, ગેંડીગેટ દરવાજા, ચોખંડી ચાર રસ્તા નાની શાકમાર્કેટ વિહાર ચાર રસ્તા, પ્રતાપનગર ઓવર બ્રિજ ઉપર, બરોડા ડેરી સર્કલથી ડાબી બાજુ વળી બરોડા ડેરી રોડ, તરસાલી આઇ.ટી આઇ, તરસાલી શાકમાર્કેટ ત્રણ રસ્તાથી ડીવાઇડર કટથી જમણી બાજુ વળી રોંગ સાઇડે, ગુરૂનાનકજી સર્કલ, સુશેન સર્કલથી રોંગ સાઇડ, જમણી બાજુ વળી, SRP ગ્રુપ-09થી રોંગ સાઇડ, કબીર કોમ્પલેક્ષ ત્રણ રસ્તાથી રોંગ સાઇડ મકરપુરા પો.સ્ટે સર્કલથી રોંગ સાઇડ,સ્પદન સર્કલથી રોંગ સાઇડ, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તાથી રોંગ સાઇડેથી લાલબાગ બ્રિજ ચઢી, લાલબાગ બ્રિજ ઉપર કટથી ડાબી બાજુ વળી, રોંગ સાઇડથી વિશ્વામિત્રી રોડ, અવધુત ફાટકથી રોંગ સાઇડ, વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપરથી રોંગ સાઇડ, મુજમહુડા સર્કલથી રોંગ સાઇડ અક્ષરચોક સર્કલથી રોંગ સાઇડ, વોર્ડ નં.06 ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, રાજવી ટાવર ત્રણ રસ્તાથી રોંગ સાઇડ, અટલબ્રિજ નીચેથી સીધા મનિષા ચાર રસ્તાથી રોંગ સાઇડ, યોગા સર્કલથી ડાબી બાજુ વળી, નવીન કોર્ટ રોડ, મહારાણા પ્રતાપ સર્કલથી એજ રોડથી પરત યોગા સર્કલથી રોંગ સાઇડ જમણી બાજુ વળી કળશ સર્કલથી રોંગ સાઇડ ગાય સર્કલથી રોંગ સાઇડ, અકોટા બ્રિજ યાર રસ્તાથી રોંગ સાઇડ, અકોટા સોલર પેનલ સુધીના રોડની બન્ને બાજુ તમામ પ્રકારના વાહનો નો-પાર્કિંગ ઝોન અને પ્રતાપનગર સર્કલથી બરોડા ડેરી સર્કલ તરસાલી રોડ, તરસાલી શાકમાર્કે સુધીના રોડની ડાબી બાજુના ટ્રેક (લેફટ ટ્રેક) તેમજ તરસાલી શાકમાર્કેટ ત્રણ રસ્તાથી તરસાલી, સુશેન રોડ, સુશેન સર્કલથી SRP ગ્રુપ-09, આકાશવાળી રોડ, કબીર કોમ્પલેક્ષ ત્રણ રસ્તા મકરપુરા પોલીસ સ્ટેશન સર્કલ રોંગ સાઇડ, સ્પંદન સર્કલ રોંગ સાઇડ, શ્રેયસ સ્કુલ ત્રણ રસ્તા રોંગ સાઇડ, લાલબાગ બ્રિજ ઉપર રોંગ સાઇડ લાલબાગ બ્રિજ કટથી સુધીના જમણી બાજુના ટ્રેક (રાઇટ ટ્રેક) માત્ર અને માત્ર દોડવીરો માટે અનામત રાખવામાં આવે છે. તેમજ 42 કિમી દોડવીરો 21 કિમીના રાબેતા મુજબના રૂટ મુજબ આવશે. બાદ 42 કિમી દોડવીરો યોગા સર્કલથી ડાબી બાજુ વળી, નવીન કોર્ટ રોડ ટાઇમ સર્કલથી સીયા ગોકુળ પાર્ટી પ્લોટ રોડ, ધ નેસ્ટ એપાર્ટમેન્ટ ત્રણ રસ્તા, નિલામ્બર સર્કલથી સીધા પ્રિયા ટોકિઝ રોડ, પ્રિયા ટોકિઝ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી વડોદરા ગ્રામ્યની હદમાં જશે. 42 કિમી દોડવીરો પરત વડોદરા ગ્રામ્યની હદથી આવી પ્રિયા ટોકીઝ ચાર રસ્તાથી રોંગ સાઇડ, નિલામ્બર સર્કલ રોંગ સાઇડ.ટાઇમ સર્કલ રોંગ સાઇડ, યોગા સર્કલથી રોંગ સાઇડ કળશ સર્કલ ગાય સર્કલ અકોટા બ્રિજ યાર રસ્તાથી રોંગ સાઇડથી અકોટા સોલર પેનલ સુધીના રોડની બન્ને બાજુ તમામ પ્રકારના વાહનો નો-પાર્કિંગ ઝોન અને યોગા સર્કલથી પ્રિયા ટોકીઝ ચાર રસ્તા સુધીના રોડની ડાબી બાજુના ટેક (લેટ ટ્રેક) માત્ર અને માત્ર દોડવીરો માટે અનામત રાખવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments