ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર અને વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હાલા પરિવારના રજાક હાલાએ કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. રજાક હાલાએ કોંગ્રેસના ચેરમેન ભીખાભાઈ જોશી અને તેમના પુત્ર મનોજ જોશી પર કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યા હોવાના આક્ષેપો સાથે કહ્યું હતું કે, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનોજ જોશી દ્વારા રૂપિયા લઇ ટિકિટોની ફાળવણી કરવામાં આવે છે. જેને લઇ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી વોર્ડ નંબર 8 ના અન્ય સભ્યો સાથે મળી આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. ગઈકાલે જ ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણી ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા હતા જેને પણ ભાજપના અન્ય કોર્પોરેટરોથી નારાજ થઈ ગઈ કાલે અપક્ષ માંથી ફોર્મ ભર્યું હતું. જેને લઈ આ વર્ષે જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રજાક હાલાએ જણાવ્યું હતું કે, ગત ટર્મમાં હું કોંગ્રેસમાંથી મહાનગરપાલિકામાં કોર્પોરેટર હતો. તેમજ હાલ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી મેં આજે રાજીનામું આપ્યું છે. હવે હું વોર્ડ નંબર 8 માં આમ આદમી પાર્ટીમાંથી અમારા વોર્ડના ચાર ઉમેદવારોએ આજે ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે. આ વોર્ડ નંબર આઠમાં અમે જંગી બહુમતીથી જીતશું. તેઓએ જમાવ્યું કે, જૂનાગઢમાં 2019 માં કોંગ્રેસનું પતન કરનાર ભીખાભાઈ જોશી હતા. આ વર્ષે જૂનાગઢનું પતન કરનાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. મનોજ જોશી એ કાયદેસર રૂપિયા લઇ ટિકિટોનું વેચાણ કર્યું છે. મનોજ જોશી એ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી પોતે વોર્ડ નંબર 11 માં ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત પટેલને જવાબદારી સોંપી દીધી છે. હું 2021 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જીત્યો હતો. કોંગ્રેસના પાપ છાપરે ચડ્યા છે જેના કારણે કોંગ્રેસમાં અંદરો અંદર માથાકૂટ થઈ રહી છે. બે દિવસ પહેલા પણ એક બનાવ બન્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યકર દ્વારા જ માથાકૂટ કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, એ વ્યક્તિને ભાજપે મોકલ્યો છે પરંતુ એ વાત ખોટી હતી. ઉલ્લેખનીય છે કે, રજાક હાલા 2021ની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટાયા હતા. આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે મનોજ જોશીએ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી વોર્ડ નંબર 11માંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને તેમની જગ્યાએ અમિત પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ગઈકાલે જ ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેશ ઉદાણીએ પણ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, જે દર્શાવે છે કે આ વર્ષની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.