ટિકેન્દ્ર રાવલ
2036ની ઓલિમ્પિક અમદાવાદ હોસ્ટ કરે તેની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદના સીમાડે આવેલા સાણંદ, કલોલ, દહેગામ, બારેજા અને મહેમદાવાદને સેટેલાઇટ ટાઉનનો દરજ્જો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. 2025ની વસતી ગણતરી અને નવા સીમાંકન બાદ ગુજરાતમાં સૌ પ્રથમ આ 5 વિસ્તાર સેટેલાઇટ ટાઉન બનશે.
જેથી 2036 ઓલિમ્પિક પહેલા આ વિસ્તારનો વિકાસ મેટ્રો સિટી જેવો પણ થઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની 2023ની ચિંતન શિબિરમાં સેટેલાઇટ ટાઉન અંગે ચર્ચા થઇ હતી. જેના આધારે ઔડા અને એએમસીએ એક દરખાસ્ત શહેરી વિકાસ વિભાગને મોકલી હતી. તેની પર આગળની કાર્યવાહી હાથ ધરાશે. ઓલિમ્પિક વિલેજને પણ નવા મિની મેગા સિટીનો લાભ મળી શકે તેની તૈયારીઓ ચાલી રહી છે. ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં આવશ્યક સેવાઓ સહિત વિલેજથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યા છે. તે માટે અમદાવાદ મનપા અને ઔડા દ્વારા સાથે મળી કેટલાક વિસ્તારોને સેટેલાઇટ ટાઉન તરીકે ગણવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. અમદાવાદ ફરતે નવું અમદાવાદ વસતી ગીચતા ઘટાડવામાં મદદરૂપ થઇ શકે… ગોતાથી 24 કિ.મી. ગાંધીનગર જિલ્લાનો મહત્ત્વનો તાલુકો છે. 3.05 લાખ વસતી છે. અહીં સૌથી વધુ ઇન્ડસ્ટ્રીઝ છે. સાથે સાથે રેસિડન્સ,કોમર્શિયલ, ખેતી, સહિતની વ્યવસ્થા પણ છે. આ તાલુકામાં પણ નગરપાલિકા હોવાથી મેગાસિટી જેવી સગવડો ઉભી કરવા માટે સેટેલાઇટ ટાઉનનું આયોજન છે. સરખેજથી 15 કિ.મી.
સાણંદમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનનો પણ લાભ તાલુકાને મળેલો છે. તેને અમદાવાદનું સેટેલાઇટ સિટી પણ કહેવાય છે. સાણંદને સેટેલાઇટ ટાઉનનો દરજ્જો આપવામાં આવે તો અમદાવાદ મેગાસિટી માટે પણ સહાયરૂપ
બની શકે છે. નારોલથી 13 કિ.મી. અમદાવાદને અડીને આવેલું એક મોટું ગામ છે. અમદાવાદમાં આવવા માટેનું નાકુ પણ કહેવાય છે. અહીં મોટી કંપનીના ગોડાઉન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે. અહીં સગવડો તો છે પણ અમદાવાદ આધારિત હોવાથી તેમાં વિલંબ થાય છે. જેથી તેને પણ સેટેલાઇટ ટાઉન બનાવાશે. નરોડાથી 20 કિ.મી. અમદાવાદને અડીને ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની વસતી 80 હજારથી વધુ છે. 27 કિમીમાં ફેલાયેલા દહેગામમાં રેસિડન્સ, ઇન્ડસ્ટ્રીયલ, ખેતી ઝોન, ટ્રાન્સપોર્ટેશન જેવી વ્યવસ્થા છે. હાલ નગરપાલિકા વિસ્તાર હોવાથી ક્યાંક અડચણો આવે છે. સેટેલાઇટ ટાઉન બને તો સેમી મેગાસિટી જેવો વિકાસ થઈ શકે છે. સેટેલાઇટ ટાઉનમાં શું હોય છે?
{ ઇકો ફ્રેન્ડલી ડેવલપમેન્ટ સાથે વિકાસ
{ સ્વયં સમાવિષ્ટ, સ્વતંત્ર શહેર
{ સોસાયટી માટે એફોર્ડેબલ આવાસ
{ સ્માર્ટ પેઢીને સમાવવા સક્ષમ હોય
{ શહેરમાં વસતીગીચતા ઘટાડવાનો હેતુ ઓઢવથી 13 કિ.મી. ખેડા જિલ્લાનો તાલુકો છે. જ્યાં લેધર બેગ અને કોટેજ ઇન્ડિસ્ટ્રીઝ આવેલી છે. આ તાલુકામાં પણ કોમર્શિયલ, ખેતી, રેસિડન્સ ઝોન છે. એક નાના શહેર જેવો વિકાસ થાય તે માટે મહેમદાવાદને પણ સેટેલાઇટ ટાઉન બનાવવાની દરખાસ્ત કરાઇ છે. …તો, મકાનોના ભાવો ઘટી શકે
રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા અક્ષય તેરૈયાએ કહ્યું કે, સેટેલાઇટ ટાઉન બને તો સૌથી મોટો ફાયદો મધ્યમ વર્ગને થાય. હાલ જે મકાનોના ભાવ એક કરોડથી વધુ છે, તેના બદલે ટાઉન બને તો 30 લાખની આસપાસ મકાનો મળી શકે. અમદાવાદનું ભારણ ઘટશે. શહેર અને ટાઉન બને એકસાથે વિકસે. જેના કારણે એક નવું અમદાવાદ ઊભું થઈ જશે.